19 September, 2026 03:40 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સમય રૈના અને મેધા શંકર ડિસેમ્બરમાં લગ્ન કરવાનાં છે?
કૉમેડિયન સમય રૈના અને ઍક્ટ્રેસ મેધા શંકર વચ્ચે ડેટિંગ ચાલી રહ્યું હોવાની ચર્ચા હતી. હવે એક નવા દાવા પ્રમાણે બન્ને આ વર્ષે ડિસેમ્બરમાં લગ્ન કરવાની તૈયારી કરી રહ્યાં છે. જોકે સમય કે મેધા બન્નેએ આ દાવાની કોઈ સત્તાવાર પુષ્ટિ કરી નથી અને અનેક લોકોનું માનવું છે કે આ માત્ર એક મજાક અથવા અફવા હોઈ શકે છે.
આ બન્નેની રિલેશનશિપ વિશે કેટલાક લોકોએ દાવો કર્યો છે કે સમય અને મેધાએ બે મહિના પહેલાં બાંદરામાં યોજાયેલા ખાનગી સમારોહમાં ગુપ્ત રીતે લગ્ન કરી લીધાં હતાં. જોકે આ દાવાને સમર્થન આપતો કોઈ વિશ્વસનીય પુરાવો સામે આવ્યો નથી.