સલમાન ખાને કાલા હિરનના નિર્માતાને મોકલાવી લીગલ નોટિસ

03 June, 2026 10:30 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પ્રોડ્યુસર અમિત જાનીએ સ્પષ્ટતા કરી કે ફિલ્મમાં માત્ર એવી જ બાબતો દર્શાવવામાં આવી છે જે પહેલેથી જ જાહેર રેકૉર્ડમાં ઉપલબ્ધ

સલમાન ખાન, પ્રોડ્યુસર અમિત જાની

સલમાન ખાનની લીગલ ટીમે આગામી ફિલ્મ ‘કાલા હિરન’ના નિર્માતાઓને કાનૂની નોટિસ મોકલીને ફિલ્મના નિર્માણ અને પ્રચાર પર રોક લગાવવાની ડિમાન્ડ કરી છે. આ સમગ્ર મામલે ફિલ્મના નિર્માતા અમિત જાનીએ પોતાની પ્રતિક્રિયા આપી છે અને પોતાનો પક્ષ રજૂ કરતાં કહ્યું છે કે ‘આ કાનૂની નોટિસ ઉતાવળમાં મોકલવામાં આવી છે. આ ફિલ્મ સલમાન ખાનની બાયોપિક નથી. કેસ એને એની સાથે જોડાયેલી ઘટનાઓ જાહેર રેકૉર્ડનો ભાગ છે અને એને પડદા પર રજૂ કરી શકાય છે. આ ફિલ્મ એક મોટી વાર્તા પર આધારિત છે જેમાં બિશ્નોઈ સમાજ, તેમનો સંઘર્ષ અને વન્યજીવો પ્રત્યેનો તેમનો ગાઢ સંબંધ દર્શાવવામાં આવ્યો છે. ફિલ્મમાં સલમાન ખાનને નકારાત્મક રીતે રજૂ કરવામાં આવ્યો નથી. ફિલ્મમાં માત્ર એવી જ બાબતો દર્શાવવામાં આવી છે જે પહેલેથી જ જાહેર રેકૉર્ડમાં ઉપલબ્ધ છે. ફિલ્મનો મુખ્ય ઉદ્દેશ બિશ્નોઈ સમાજની માન્યતાઓ, તેમના ઇતિહાસ અને વન્યજીવો પ્રત્યેના તેમના સમર્પણને દર્શાવવાનો છે. જો કોર્ટ અમને બોલાવશે તો અમે જરૂર હાજર રહીશું અને અમારો પક્ષ રજૂ કરીશું. અગાઉના કેસોમાં પણ અમે આવું કર્યું છે અને આગળ પણ કાનૂની પ્રક્રિયાનું સંપૂર્ણ પાલન કરીશું.’

Salman Khan upcoming movie entertainment news bollywood bollywood news