Rambha Accident: સલમાન ખાનની આ અભિનેત્રીની કારનો અકસ્માત, પુત્રી હોસ્પિટલમાં દાખલ

01 November, 2022 11:14 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

અભિનેત્રી રંભાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર કાર અકસ્માતની જાણકારી ફેન્સને આપી છે. તેમણે કાર અકસ્માતની તસવીરો પણ શેર કરી છે.

રંભાએ ફિલ્મ જુડવામાં સલમાન ખાન સાથે કામ કર્યુ હતું

બૉલિવૂડની કેટલીય સફળ ફિલ્મોમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી રંભા (Rambha)ને લઈને એક મોટા સમાચાર સામે આવ્યાં છે. એક રોડ અકસ્માતમાં અભિનેત્રી રંભા(Rambha Car Accident)ની કારનો કચ્ચરઘાણ થઈ ગયો છે. કારમાં અભિનેત્રીના સંતાનો અને તેમની નૈની સવાર હતાં. રંભાની દીકરીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. 

અભિનેત્રી રંભાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર કાર અકસ્માતની જાણકારી ફેન્સને આપી છે. તેમણે કાર અકસ્માતની તસવીરો પણ શેર કરી છે. તસવીરમાં જોઈ શકાય છે કે રંભાની કારને સંપૂર્ણપણે નુકસાન થયું છે. જો કે સદ્નસીબે રંભાને ઈજા પહોંચી નથી. 

અકસ્માતની દુ:ખદ જાણકારી આપતા રંભાએ પોસ્ટમાં લખ્યું કે, `બાળકોને શાળાએથી પિક કરીને જઈ રહી હતી તે દરમિયાન અન્ય કાર સાથે ટક્કર થઈ. મારી સાથે બાળકો અને નૈની હતા. અમે બધા સુરક્ષિત છીએ. અમને નજીવી ઈજા પહોંચી છે. પરંતુ મારી નાની સાશા હજી પણ હોસ્પિટલમાં છે. પ્લીજ અમારા માટે પ્રાર્થના કરો. તમારી પ્રાર્થના ખુબ જ મહત્વની છે.`

રંભાએ કારની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે, તેમજ પોતાની દીકરીનો હોસ્પિટલનો ફોટો પણ શેર કર્યો છે. તસવીરમાં જોઈ શકાય છે કે અભિનેત્રીની દીકરી હોસ્પિટલમાં બેડ પર સુતેલી  છે અને ડૉક્ટર તેની સારવાર કરી રહ્યાં છે. રંભાએ ફેન્સને તેની દીકરી માટે પ્રાર્થના કરવા વિનંતી કરી છે. 

 

રંભાની પોસ્ટ પર સેલેબ્સ અને ફેન્સ કમેન્ટ કરી હાલચાલ પૂછી રહ્યાં છે અને તેમની પુત્રી જલ્દી સાજી થઈ જશે તવી દુઆઓ પણ કરી રહ્યાં છે. તો કેટલાક લોકો રંભાને આ મુશ્કેલ સમયમાં સ્ટ્રોન્ગ રહેવાની સલાહ આપી રહ્યાં છે. રંભાના અકસ્માતના સમાચાર સાંભળી ફેન્સ દુ:ખી છે. 

આ પણ વાંચો:HBD Aishwarya Rai Bachchan: મિસીઝ બચ્ચન બન્યા પહેલાંનો ઐશ્વર્યાના અંદાજ પર એક નજર

નોંધનીય છે કે અભિનેત્રી રંભી અનેક સફળ ફિલ્મોમા કામ કરી ચૂકી છે. તેણે `જુડવા` ફિલ્મમાં સલમાન ખાન સાથે કામ કર્યુ છે. આ ફિલ્મથી તેમને ખુબ જ લોકપ્રિયતા મળી હતી. જુડવા ફિલ્મ સિવાય `ઘરવાલી બહારવાલી`, ક્યોંકી મેં જુઠ નહીં બોલતા` જેવી બૉલિવુડ ફિલ્મમાં અભિનય કર્યો છે.

 

 

 

bollywood news Salman Khan judwaa