23 March, 2025 07:06 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સલમાન ખાન
સલમાન ખાનની આગામી ફિલ્મ ‘સિકંદર’ ૩૦ માર્ચે રિલીઝ થવાની છે. એ રિલીઝ અગાઉ સલમાન ખાને એક ખાસ સ્ક્રીનિંગનું આયોજન કર્યું હતું જેમાં સલમાન અને તેનો પરિવાર, મિત્રો અને ફિલ્મના ડાયરેક્ટર આર. મુરુગાદોસ હાજર હતા.
સલીમ ખાન
આયુષ શર્મા અને અર્પિતા ખાન
અરબાઝ ખાન
શુરા ખાન
અરહાન ખાન
‘સિકંદર’ના સ્ક્રીનિંગમાંથી ઘણા ફોટો અને વિડિયો સામે આવ્યા છે જે સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે. સલમાન કડક સુરક્ષા વચ્ચે ‘સિકંદર’ના સ્ક્રીનિંગમાં પ્રવેશ્યો હતો. સલમાનની બે બહેનો અર્પિતા અને અલવીરાએ પોતપોતાના પરિવાર સાથે ‘સિકંદર’ના સ્ક્રીનિંગમાં હાજરી આપી હતી. એ સિવાય ભાઈ અરબાઝ ખાન અને ભાભી શુરા ખાન પણ હાજર હતાં. એ ઉપરાંત અરબાઝની ભૂતપૂર્વ પત્ની મલાઇકાનો પુત્ર અરહાન તેમ જ પિતા સલીમ ખાન પણ સ્ક્રીનિંગમાં પહોંચ્યા હતા. મળતી માહિતી પ્રમાણે આ ફિલ્મનું બજેટ ૨૦૦ કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે અને એનો રનટાઇમ બે કલાક ૨૦ મિનિટનો છે.