સલમાન માટે ‘નૈયો લગદા’ ગીત કમ્પોઝ કર્યું હિમેશે

12 February, 2023 12:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ વર્ષે ઈદ દરમ્યાન આ ફિલ્મ રિલીઝ થવાની છે

હિમેશ રેશમિયા તસવીર સૌજન્ય મિડ-ડે

સલમાન ખાનની આગામી ફિલ્મ ‘કિસીકા ભાઈ કિસીકી જાન’ના ‘નૈયો લગદા’ ગીતને હિમેશ રેશમિયાએ કમ્પોઝ કર્યું છે. આ ફિલ્મમાં તેની સાથે પૂજા હેગડે, શહનાઝ ગિલ, વેન્કટેશ, જગપતિ બાબુ, ભૂમિકા ચાવલા, રાઘવ જુયાલ, સિદ્ધાર્થ નિગમ, જસી ગિલ અને પલક તિવારી પણ જોવા મળશે. આ વર્ષે ઈદ દરમ્યાન આ ફિલ્મ રિલીઝ થવાની છે. ​ગીતને લદાખનાં રમણીય સ્થળો પર શૂટ કરવામાં આવ્યું છે. વૅલેન્ટાઇન્સ ડેને સેલિબ્રેટ કરવા માટે આ પર્ફેક્ટ ગીત છે. ‘નૈયો લગદા’ એક લવ-એન્થમ છે, જે આજે રિલીઝ થવાનું છે. હિમેશ રેશમિયાએ અગાઉ સલમાનની ‘તેરે નામ’નું ટાઇટલ-સૉન્ગ ‘તેરી મેરી’ અને ‘તૂ હી તૂ હર જગહ’ કમ્પોઝ કર્યું હતું. હવે તેણે ‘નૈયો લગદા’ પણ કમ્પોઝ કર્યું છે. આ ગીતને શબ્બીર અહમદે લખ્યું અને કમાલ ખાન તથા પલક મૂછાલે ગાયું છે.

entertainment news bollywood news bollywood gossips bollywood Salman Khan himesh reshammiya upcoming movie