06 May, 2019 02:00 PM IST | મુંબઈ
સેક્રેડ ગેમ્સ 2નું ટીઝર આવી ગયું છે.
નેટફ્લિક્સની સૌથી લોકપ્રિય વેબ સીરિઝ સેક્રેડ ગેમ્સની બીજી સિઝનનું ટીઝર આવી ગયું છે. નેટફ્લિક્સ ઈન્ડિયાના આધિકારીક ટ્વિટ્ટર હેંડલ પર તેને રીલિઝ કરવામાં આવ્યું છે. જો કે વેબ સીરિઝ ક્યારે રિલીઝ થશે તેની જાણકારી નથી આપવામાં આવી. જો કે આ ટીઝરે ચાહકોની ઉત્સુકતા વધારી દીધી છે.
ટીઝરમાં સૈફ અલી ખાન, નવાઝુદ્દીન સિદ્દીકી, કલ્કી કોચલિન, રણવીર શૌરી અને પંકજ ત્રિપાઠી નજર આવશે. કલ્કી અને રણવીર પહેલી સિઝનમાં નહોતા જોવા મળ્યા. ટીઝર રિલીઝ કરતા સમયે લખવામાં આવ્યું છે કે, ઈસ ખેલ કા બાપ કૌન?
પહેલી સીઝનને અનુરાગ કશ્યપ અને વિક્રમાદિત્ય મોટવાણીએ મળીને ડાયરેક્ટર કરી હતી. જો કે બીજી સિઝનને અનુરાગ કશ્યપ અને નીજર ઘેવાને ડાયરેક્ટ કરી છે.પહેલી સિઝન જોયા બાદ લોકોને બીજી સિઝનનો આતુરતાથી ઈંતઝાર છે.
બીજી સિઝનનું ટીઝર સામે આવતાની સાથે જ ચાહકો પણ તેને વધાવી રહ્યા છે. કેટલાક લોકો રાધિકા આપ્ટેને લઈને સવાલ પુછી રહ્યા છે. તો કેટલાક લોકો કલ્કી અને રણવીર શૌરીનું સ્વાગત કરી રહ્યા છે.