06 November, 2023 02:36 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રેગ્નન્સી ફોટોશૂટમાં છવાઈ ગઈ રુબીના
રુબીના દિલૈક ટૂંક સમયમાં મમ્મી બનવાની છે. એથી તેણે હસબન્ડ અભિનવ શુક્લા સાથે મૅટરનિટી ફોટોશૂટ કરાવ્યું હતું. એના કેટલાક ફોટો રુબીનાએ શૅર કર્યા છે. બન્નેએ વાઇટ આઉટફિટ પહેર્યા છે. સાથે જ થીમ પણ વાઇટ રાખવામાં આવી છે. અભિનવે વાઇટ સૂટ પહેર્યો છે. રુબીનાએ ઇન્ડો-વેસ્ટર્ન કૉસ્ચ્યુમની સાથે હેવી જ્વેલરી પહેરી છે. બન્નેએ રોમૅન્ટિક પોઝ આપ્યા છે. તેમના આ ફોટોને જોઈને સૌ તેમને શુભેચ્છા આપી રહ્યા છે. પ્રેગ્નન્સીના ગુડ ન્યુઝ રુબીનાએ સોશ્યલ મીડિયામાં આપ્યા હતા. આ ફોટોશૂટને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને રુબીનાએ કૅપ્શન આપી હતી, તું મારા જીવનમાં એવો ચમત્કાર છે જેને હું શબ્દોમાં ન વર્ણવી શકું.