26 February, 2022 04:30 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફરહાન-શિબાની
ફરહાન અખ્તર અને શિબાની દાંડેકરે હાલમાં જ લગ્ન કરી લીધાં છે. એવામાં ફરહાનના બિઝનેસ પાર્ટનર રિતેશ સિધવાણીએ પોતાના ઘરે તેમના માટે ખાસ પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં બૉલીવુડ ઊમટી પડ્યું હતું. સૌકોઈએ આ નવા પરિણીત કપલને શુભેચ્છાઓ આપી હતી. શિબાની અને ફરહાન ૨૦૧૮થી રિલેશનમાં હતાં. બન્નેએ ૧૯ ફેબ્રુઆરીએ ફૅમિલી અને ફ્રેન્ડ્સની હાજરીમાં ધૂમધામથી લગ્ન કરી લીધાં છે. તેમનાં લગ્નમાં અનેક સેલિબ્રિટીએ હાજરી આપી હતી અને સૌએ ડાન્સ અને ધમાલ મચાવીને સેલિબ્રેશનને ખૂબ માણ્યું હતું. હવે રિતેશ સિધવાણીએ આયોજિત કરેલી પાર્ટીમાં ફરહાન અને શિબાની હાથમાં હાથ નાખીને પહોંચ્યાં હતાં. શિબાનીએ બ્લુ અને ફરહાને બ્લૅક ઍન્ડ વાઇટ કપડાં પહેર્યાં હતાં. કરીના કપૂર ખાન તેની ગર્લ-ગૅન્ગ કરિશ્મા કપૂર, મલાઇકા અરોરા અને અમ્રિતા અરોરા લદક સાથે હાજર હતી. સૌએ બ્લૅક આઉટફિટ પહેર્યા હતા. તો બીજી તરફ ફારાહ ખાન કુંદર, કુણાલ ખેમુ, સોહા અલી ખાન, વિદ્યા બાલન તેના હસબન્ડ સિદ્ધાર્થ રૉય કપૂર સાથે જોવા મળ્યાં હતાં. દીપિકા પાદુકોણ પણ આ ન્યુલી મૅરિડ કપલને બેસ્ટ વિશિસ આપવા પહોંચી હતી. રિતેશ દેશમુખ અને જેનિલિયા દેશમુખ પણ કૅમેરા સામે પોઝ આપતાં દેખાયાં હતાં. આ સિવાય સિદ્ધાંત ચતુર્વેદી, અર્જુન કપૂર, તારા સુતરિયા, આદર જૈન, અનન્યા પાન્ડે સહિત અનેક લોકો હાજર હતા. સંજય કપૂર તેની ફૅમિલી અને અર્જુન રામપાલ તેની ગર્લફ્રેન્ડ સાથે હાજર હતો. એવું લાગતું હતું કે પાર્ટીની થીમ બ્લૅક હતી.