ટોટલ ટાઇમપાસ : અમિત શાહે રામાયણ ગિફ્ટ કરી રવીનાને અને વધુ સમાચાર

05 April, 2024 05:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મહાકાળનાં દર્શન કર્યાં આશુતોષ રાણાએ,હિમેશ રેશમિયા અને સની લીઓની પહેલી વખત ફિલ્મમાં સાથે દેખાશે,‘તેરી મેરી ડોરિયાં’નાં ગૅરી અને સીરત છે એકમેકના પ્રેમમાં?

અમિત શાહ , રવીના ટંડન

ગૃહપ્રધાન અમિત શાહે રવીના ટંડનને રામાયણ બુક મોકલી છે. એથી રવીનાએ તેમનો આભાર માન્યો છે. એ રામાયણની એક ઝલક ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને રવીનાએ કૅપ્શન આપી હતી, ‘માનનીય ગૃહપ્રધાન મિસ્ટર અમિત શાહ, આ માહિતીથી ભરપૂર પુસ્તક મોકલવા માટે થૅન્ક યુ સો મચ; જેમાં રામાયણની જર્નીને તસવીર દ્વારા દેખાડવામાં આવી છે.’

મહાકાળનાં દર્શન કર્યાં આશુતોષ રાણાએ

આશુતોષ રાણા મધ્ય પ્રદેશમાં આવેલા મહાકાલેશ્વર મંદિરમાં દર્શન કરવા ગયો હતો. એનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. એમાં દેખાય છે કે તે ભોળાનાથની ભક્તિમાં લીન બની ગયો છે. મંદિરના સદસ્યોએ પણ તેનું સ્વાગત કર્યું હતું.

હિમેશ રેશમિયા અને સની લીઓની પહેલી વખત ફિલ્મમાં સાથે દેખાશે

સની લીઓની, પ્રભુ દેવા અને હિમેશ રેશમિયા મસ્કતમાં તેમની આગામી અનટાઇટલ્ડ ફિલ્મનું શૂટિંગ કરવા જવાનાં છે. સની લીઓની અને પ્રભુ દેવાએ અગાઉ ‘પેટ્ટા રૅપ’ ગીત માટે સાથે સ્ક્રીન શૅર કરી હતી. જોકે હિમેશ રેશમિયા સાથે સની લીઓની પહેલી વખત કામ કરી રહી છે. હાલમાં તો સની લીઓની ‘MTV સ્પ્લિટ્સવિલા’ની પંદરમી સીઝનને હોસ્ટ કરે છે. સની લીઓની છેલ્લે અનુરાગ કશ્યપની ‘કેનેડી’માં જોવા મળી હતી.

‘તેરી મેરી ડોરિયાં’નાં ગૅરી અને સીરત છે એકમેકના પ્રેમમાં?

‘તેરી મેરી ડોરિયાં’માં ગૅરીનો રોલ ભજવતો તુષાર ઢેંબલા અને સીરતની ભૂમિકા ભજવતી રૂપમ શર્મા વચ્ચે અફેર ચાલતું હોવાની ચર્ચા ચાલી રહી છે. આ શોમાં કામ કરતાં તેમની વચ્ચે નિકટતા વધી હતી અને હવે તેઓ એકમેક સાથે ખુશ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જોકે તેમના તરફથી આ રિલેશન પર કોઈ મહોર નથી લગાવવામાં આવી. આ વિશે જ્યારે તુષારને પૂછવામાં આવ્યું તો તેણે ચોખ્ખી ના પાડી દીધી હતી અને બન્ને માત્ર સારા ફ્રેન્ડ્સ છે એવું તેણે જણાવ્યું હતું.


sunny leone himesh reshammiya ashutosh rana raveena tandon entertainment news bollywood buzz bollywood news bollywood