16 December, 2025 08:04 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રણવીર સિંહ અને દીપિકા પાદુકોણની ફાઇલ તસવીર
દીપિકા પાદુકોણ છેલ્લા ઘણા સમયથી ૮ કલાકની વર્કિંગ શિફ્ટની ડિમાન્ડને લઈને ચર્ચામાં છે. આ મુદ્દાને કારણે તેને ‘સ્પિરિટ’ અને ‘કલ્કિ 2898 AD’ની સીક્વલ જેવી મોટી ફિલ્મોમાંથી નીકળી જવું પડ્યું છે અને એને કારણે ઘણો વિવાદ થયો હતો. હવે આ સંજોગોમાં દીપિકાના પતિ રણવીર સિંહનો એક જૂનો ઇન્ટરવ્યુ સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે જેમાં તે એક્સ્ટ્રા વર્કિંગ અવર્સને સપોર્ટ કરી રહ્યો છે.
રણવીરનો આ વિડિયો ૨૦૨૨નો છે. આ વિડિયોમાં તે કહે છે, ‘ઘણી વખત લોકો કહે છે કે યાર, તું બધાને બગાડી રહ્યો છે. બધા કહે છે કે ૮ કલાકની શિફ્ટમાં તું ૧૦-૧૨ કલાક સુધી શૂટિંગ કરે છે, પછી અમારે પણ કરવું પડે છે. જો ૮ કલાકમાં આપણને જે જોઈએ એ ન બની શકે તો થોડું વધારે શૂટિંગ કરી લેવામાં શું વાંધો છે?’
હાલમાં રણવીર પોતાની ફિલ્મ ‘ધુરંધર’ની સફળતા માણી રહ્યો છે. આ ફિલ્મના ટ્રેલર-લૉન્ચ દરમ્યાન ‘ધુરંધર’ના ડિરેક્ટર આદિત્ય ધરે ખુલાસો કર્યો હતો કે ‘ધુરંધર’ને સફળ બનાવવા માટે લગભગ દોઢ વર્ષ સુધી અનેક વખત કલાકારોએ ૧૬થી ૧૮ કલાક સુધી શૂટિંગ કર્યું હતું.