ધુરંધર : ધ રિવેન્જ પહેલાં ધુરંધરની ગ્રૅન્ડ રી-રિલીઝ

13 March, 2026 01:23 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર’ ગયા વર્ષે પાંચમી ડિસેમ્બરે થિયેટરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મને બૉક્સ-ઑફિસ પર જબરદસ્ત સફળતા મળી હતી. આ ફિલ્મની સફળતા પછી એનો બીજો ભાગ ‘ધુરંધર : ધ રિવેન્જ’ ૧૯ માર્ચે થિયેટરોમાં રિલીઝ થવાનો છે.

ધુરંધર

રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર’ ગયા વર્ષે પાંચમી ડિસેમ્બરે થિયેટરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મને બૉક્સ-ઑફિસ પર જબરદસ્ત સફળતા મળી હતી. આ ફિલ્મની સફળતા પછી એનો બીજો ભાગ ‘ધુરંધર : ધ રિવેન્જ’ ૧૯ માર્ચે થિયેટરોમાં રિલીઝ થવાનો છે. ‘ધુરંધર’નો બીજો ભાગ રિલીઝ થવાનો હોવા છતાં હજી પણ ‘ધુરંધર’નો ક્રેઝ જબરદસ્ત છે અને આ જ લોકપ્રિયતાનો લાભ લેવા માટે ફિલ્મના મેકર્સે મોટો પ્લાન બનાવ્યો છે અને ‘ધુરંધર : ધ રિવેન્જ ’ની રિલીઝ પહેલાં એના પહેલા ભાગ ‘ધુરંધર’ને ફરીથી સિનેમાઘરોમાં રિલીઝ કરી દેવામાં આવ્યો છે.

આયોજન પ્રમાણે ‘ધુરંધર’ વિશ્વભરમાં લગભગ ૫૦૦ સ્ક્રીન પર રી-રિલીઝ થશે, જેમાંથી ૧૨ માર્ચથી ભારતમાં ૨૫૦ સ્ક્રીન પર પ્રદર્શન શરૂ થયું છે, જ્યારે ૧૩ માર્ચથી વિદેશોમાં પણ ૨૫૦ સ્ક્રીન પર ફિલ્મ રજૂ થઈ રહી છે. મળતી માહિતી પ્રમાણે માત્ર નૉર્થ અમેરિકામાં જ ફિલ્મને લગભગ ૧૮૫ સ્ક્રીન પર ફરી રિલીઝ કરવામાં આવી રહી છે. 

આ ઉત્સાહને વધારવા માટે મેકર્સે ૧૮ માર્ચે ‘ધુરંધર : ધ રિવેન્જ’નું ગ્રૅન્ડ પ્રીમિયર યોજવાની તૈયારી પણ કરી છે. આ પ્રીમિયર PLF સ્ક્રીન પર યોજાશે. આ ખાસ પ્રકારની મોટી અને ઉચ્ચ ગુણવત્તાવાળી સ્ક્રીન હોય છે જે IMAX જેવો જ શ્રેષ્ઠ અનુભવ આપે છે. ‘ધુરંધર : ધ રિવેન્જ’ના પ્રીમિયર શોની ટિકિટ પહેલેથી જ સોલ્ડ આઉટ થઈ ચૂકી છે. બીજી તરફ મેકર્સ પહેલો ભાગ ફરી રિલીઝ કરીને કમાણી કરવાની દિશામાં આગળ વધી ગયા છે.

નૉર્થ અમેરિકામાં  ધુરંધર : ધ રિવેન્જની ઍડ્વાન્સ ટિકિટનું વેચાણ ૨૩ કરોડ રૂપિયાથી વધુ

રણવીર સિંહની આગામી ફિલ્મ ‘ધુરંધર : ધ રિવેન્જ’ હજી રિલીઝ થઈ નથી, પણ અમેરિકન બૉક્સ-ઑફિસ પર રિલીઝ પહેલાં જ એ ધમાલ મચાવવા લાગી છે. એની ગરમી અત્યારથી જ અનુભવાઈ રહી છે. ફિલ્મની રિલીઝ-તારીખ ૧૯ માર્ચ છે. એમ છતાં નૉર્થ અમેરિકામાં ઍડ્વાન્સ ટિકિટનું વેચાણ ૨.૫ મિલ્યન ડૉલરથી વધુ થઈ ગયું છે જે અંદાજે ૨૩ કરોડ રૂપિયાથી વધુ થાય છે. 

ranveer singh dhurandhar bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news