પેરન્ટ્સ બન્યા પછી શાહરુખનાં પાડોશી બનશે દીપિકા-રણવીર

30 August, 2024 12:12 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૧૧૯ કરોડ રૂપિયાનું સી-ફેસિંગ ઘર ચાર માળમાં ફેલાયેલું છે

ફાઇલ તસવીર

દીપિકા પાદુકોણ હાલમાં તેની પ્રેગ્નન્સીને એન્જૉય કરી રહી છે. ટૂંક સમયમાં દીપિકા અને રણવીર સિંહ પેરન્ટ્સ બનવાનાં છે. પહેલા બાળકના જન્મ બાદ આ બન્ને નવા ઘરમાં શ‌િફ્ટ થશે. આ નવું ઘર શાહરુખ ખાનના બંગલા મન્નતની બાજુમાં છે. એથી તેઓ પાડોશી બની જશે. દીપિકા અને રણવીરે ૧૧૯ કરોડ રૂપિયાનો સી-ફેસિંગ ફ્લૅટ ખરીદ્યો છે. એવું જાણવા મળ્યું છે કે ટાવરના ૧૬થી ૧૯ ફ્લોર સુધીના ફ્લૅટ તેમના છે. ૧૧,૨૬૬ સ્ક્વેર ફીટ તેમના મકાનનો વિસ્તાર છે અને એમાં પણ તેમને ૧૩૦૦ સ્ક્વેર ફીટની પ્રાઇવેટ ટેરેસ મળી છે. અગાઉ પણ તેમણે અલીબાગમાં બાવીસ કરોડ રૂપિયાનો એક બંગલો ખરીદ્યો હતો.

ranveer singh deepika padukone Shah Rukh Khan bandra entertainment news bollywood bollywood news bollywood gossips