28 January, 2024 07:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રામ ચરણ અને ચિરંજીવી
ચિરંજીવીને ભારત સરકાર તરફથી પદ્મવિભૂષણથી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી છે. એ માટે તેમણે ઇન્સ્ટાગ્રામ પર એક વિડિયો શૅર કરીને સરકારનો અને તેમના ફૅન્સનો આભાર વ્યક્ત કર્યો હતો. બીજી તરફ તેમના દીકરા રામચરણે પણ ખુશી વ્યક્ત કરી છે. સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર રામચરણે લખ્યું કે ‘આ સન્માનનીય પદ્મવિભૂષણ માટે તમને કૉન્ગ્રેચ્યુલેશન્સ. ભારતીય ફિલ્મો અને સમાજમાં તમે આપેલા યોગદાનનો મારા ઘડતરમાં અગત્યનો ફાળો છે. સાથે જ તમારા કામથી અસંખ્ય ફૅન્સને પણ પ્રેરણા મળી છે. તમે આ મહાન દેશના વિશેષ નાગરિક છો. આ સન્માન અને ઓળખ માટે ભારત સરકાર અને નરેન્દ્ર મોદીજી પ્રત્યે અતિશય આભાર વ્યક્ત કરીએ છીએ. તમામ ફૅન્સ અને શુભચિંતકોએ આપેલા સપોર્ટ માટે પણ આભાર. તમે આ સન્માનને યોગ્ય છો.’