‘RRR’ને મળેલા અવૉર્ડ‍્સને લઈને રાજામૌલીને શુભેચ્છા આપી રામચરણે

07 January, 2023 02:15 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રામચરણે હાલમાં જ તેમની ફિલ્મ ‘RRR’ને મળેલા અવૉર્ડને લઈને એસ. એસ. રાજામૌલીને શુભેચ્છા પાઠવી છે

એસ.એસ. રાજામૌલી

રામચરણે હાલમાં જ તેમની ફિલ્મ ‘RRR’ને મળેલા અવૉર્ડને લઈને એસ. એસ. રાજામૌલીને શુભેચ્છા પાઠવી છે. ન્યુ યૉર્ક ફિલ્મ ક્રિટિક્સ સર્કલ દ્વારા હાલમાં જ એસ. એસ. રાજામૌલીને બેસ્ટ ડિરેક્ટર અવૉર્ડ આપવામાં આવ્યો છે. એસ. એસ. રાજામૌલી હવે અગિયાર જાન્યુઆરીએ લૉસ ઍન્જલસમાં યોજાઈ રહેલા ગોલ્ડન ગ્લોબમાં હાજરી આપવા માટે ગયા છે. એસ. એસ. રાજામૌલીના દીકરાએ તેના પિતાનો અવૉર્ડ સ્વીકારતો વિડિયો શૅર કર્યો હતો. આ વિડિયોને લઈને રામચરણે ટ્વીટ કર્યું હતું કે ‘આવા હજી ઘણા અવૉર્ડ્સ તમારે લેવાના છે. એસ. એસ. રાજામૌલી સર, 
તમને અભિનંદન.’

bollywood news ram charan ss rajamouli