01 March, 2025 07:23 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રકુલ પ્રીત સિંહ
રમેશ તૌરાણીની આગામી ફિલ્મમાં સૈફ અલી ખાન સાથે રકુલ પ્રીત સિંહ (Rakul Preet Singh) પણ કામ કરવાની છે, એવા અહેવાલો સામે આવ્યા છે. `મેરે હસબન્ડ કી બીવી` ની જબરદસ્ત સફળતા બાદ રકુલ પ્રીત સિંહની કારકિર્દીને નવી ઉડાન મળી છે, એવું કહી શકાય. તે હવે બીજી ફિલ્મ માટે તૈયાર છે. સૂત્રોના જણાવ્યાનુસાર રકુલ પ્રીત સિંહ ટૂંક જ સમયમાં સૈફ અલી ખાન સાથે સ્ક્રીન સ્પેસ શેર કરવાની છે. આ ફિલ્મનું નિર્માણ રમેશ તૌરાણી દ્વારા કરવામાં આવી રહ્યું છે.
રમેશ તૌરાણીના બેનર હેઠળ એક રોમાંચક નવા પ્રોજેક્ટ માટે સૈફ અલી ખાન સાથે કામ કરવા માટે રકુલ (Rakul Preet Singh) બિલકુલ તૈયાર જણાઈ રહી છે. `મેરે હસબન્ડ કી બીવી’ની ભવ્ય સફળતા બાદ તે પોતાના કરિયરમાં સ્માર્ટ ચોઈસ પર ધ્યાન આપી રહી હોય એવી લાગી રહ્યું છે. આ ફિલ્મ તેના કરિયરના પ્રવાહને ઓર મજબૂત કરશે.
રકુલ પ્રીત સિંહે (Rakul Preet Singh) વિવિધ ક્ષેત્રમાં પોતાની આગવી ઓળખ બનાવી છે. તે રોમેન્ટિક કોમેડી હોય કે તીવ્ર નાટકો હોય. તેણે દરેક પ્રકારનું પાત્ર પસંદ કર્યું છે જે તેની અભિનય કુશળતાને નિખારે છે. `મેરે હસબન્ડ કી બીવી` માં તેણે કરી જ બતાવ્યું કે તે ખૂબ જ કુદરતી રીતે કોમેડી અને નાટકને સંતુલિત કરી શકે છે. હવે તેની આગામી ફિલ્મને લઈને એવી જ અપેક્ષાઓ છે કે તે આ સિક્વન્સને આગળ લઈ જશે અને વધુ શાનદારરીતે પરફોર્મન્સ આપશે.
આ પ્રોજેક્ટ થકી સૈફ અલી ખાન અને રકુલને સાથે મળીને કામ કરશે. સૈફ તો તેના કુદરતીરીતે જ દરેક પાત્રમાં પ્રાણ પૂરવાની ખૂબી જાણે છે. આવી સ્થિતિમાં આ બંનેની જોડી સ્ક્રીન પર નવી ઊર્જા લાવશે.
Rakul Preet Singh: હંમેશાં મનોરંજક ફિલ્મો માટે જાણીતા રમેશ તૌરાણી આ પ્રોજેક્ટમાં તેમની ટ્રેડમાર્ક શૈલી પણ લાવી રહ્યા છે. વ્યાવસાયિક અપીલ સાથે પાવરફૂલ સ્ટોરી કહેવાની શૈલી લાવશે. ફિલ્મની સ્ટોરી અને શૈલી વિશે હજુ પણ સસ્પેન્સ હોવા છતાં આ સહયોગની ચર્ચા ઉદ્યોગમાં જોરશોરથી ચાલી રહી છે.
હવે આ ફિલ્મ સાથે રકુલ (Rakul Preet Singh) તેની સફળ યાત્રાને આગળ લઈ જઈ રહી છે, જે સાબિત કરે છે કે તે માત્ર એક જગ્યાએ નથી અટકી રહેતી પણ, દર વખતે કંઈક નવું કરવા માટે તત્પર હોય છે. વિવિધ અને પડકારજનક ભૂમિકાઓ સાથે અનુકૂલન કરવાની તેની ક્ષમતાએ તેને વિશેષ બનાવી છે. ચાહકો હવે તે જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે તે સૈફ અલી ખાન સાથે કેવા પ્રકારની કેમેસ્ટ્રી શેર કરશે. કારણ કે આ ફિલ્મ પાસેથી આકર્ષક સિનેમેટિક અનુભવોની આશા રખાઇ રહી છે.