રાજકુમાર હીરાણીનો દીકરો નાટક દ્વારા કરી રહ્યો છે ઍક્ટિંગ-ડેબ્યુ

19 April, 2024 06:47 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૧૯૯૨ના નાટક તુમ્હારી અમ્રિતાના અપડેટેડ વર્ઝન લેટર્સ ફ્રૉમ સુરેશમાં વીર હીરાણી ફારુક શેખે ભજવેલું પાત્ર ભજવશે

રાજકુમાર હીરાણી ,દીકરો વીર હીરાણી

રાજકુમાર હીરાણીનો દીકરો વીર હીરાણી નાટક દ્વારા ઍક્ટિંગ-ડેબ્યુ કરી રહ્યો છે. આમિર ખાનનો દીકરો જુનૈદ ખાન પણ બૉલીવુડમાં એન્ટ્રી કરી રહ્યો છે, પરંતુ એ પહેલાં તેણે નાટકમાં કામ કર્યું હતું. શાહરુખ ખાનની દીકરી સુહાના ખાને પણ ‘ધ આર્ચીઝ’ દ્વારા ઍક્ટિંગ-ડેબ્યુ કર્યું છે, પરંતુ એ પહેલાં તેણે નાટકમાં કામ કર્યું હતું. જુનૈદ અને સુહાનાની જેમ હવે રાજકુમાર હીરાણીનો દીકરો વીર પણ બૉલીવુડમાં એન્ટ્રી કરે એ પહેલાં નાટકમાં કામ કરવાનો છે. જાણીતા નાટક-ડિરેક્ટર ફિરોઝ અબ્બાસ ખાનના નાટક ‘તુમ્હારી અમ્રિતા’ના અપડેટેડ વર્ઝન ‘લેટર્સ ફ્રોમ સુરેશ’ દ્વારા તે ઍક્ટિંગની શરૂઆત કરી રહ્યો છે. વીર હાલમાં લંડનની રૉયલ ઍકૅડેમી ઑફ ધ ડ્રામૅટિક આર્ટ્સમાંથી ગ્રૅજ્યુએટ થયો છે. અમેરિકન પ્લે ‘લવ લેટર્સ’નું હિન્દી-ઉર્દૂ વર્ઝન ૧૯૯૨માં લખવામાં આવ્યું હતું. ૧૯૯૨ની ૨૭ ફેબ્રુઆરીએ આ નાટકનું પ્રીમિયર થયું હતું. ફારુક શેખે નાટકમાં જે પાત્ર ભજવ્યું હતું એ પાત્ર હવે વીર ભજવશે.

rajkumar hirani entertainment news bollywood buzz bollywood bollywood news