18 July, 2024 10:51 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શાહિદ કપૂર
શાહિદ કપૂરે ૨૦૦૩માં આવેલી ફિલ્મ ‘ઇશ્ક વિશ્ક’થી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં કરીઅરની શરૂઆત કરી હતી. એ પહેલાં તે મ્યુઝિક વિડિયો ‘આંખોં મેં તેરા હી ‘ચેહરા’માં દેખાયો હતો. તેના પિતા ફેમસ ઍક્ટર પંકજ કપૂર છે એ વાતની પ્રોડ્યુસર રમેશ તૌરાણીને જાણ નહોતી. શાહિદનાં મમ્મી નીલિમા અઝીમ છે. પંકજ કપૂર સાથે ડિવૉર્સ બાદ તેમણે ઍક્ટર રાજેશ ખટ્ટર સાથે લગ્ન કર્યાં હતાં. બાદમાં રાજેશ સાથે પણ તેમનાં ડિવૉર્સ થયા હતા. ‘ઇશ્ક વિશ્ક’ને રમેશ તૌરાણીએ પ્રોડ્યુસ કરી હતી. શાહિદ વિશે રમેશ તૌરાણી કહે છે, ‘મને જરા પણ અંદાજ નહોતો કે શાહિદ એ પંકજ કપૂરનો દીકરો છે. અગાઉ શાહિદનું નામ શાહિદ ખટ્ટર હતું. એ ફિલ્મમાં તેણે ખટ્ટર અટક હટાવીને કપૂરનો ઉમેરો કર્યો હતો.’