પ્રીતિ ઝિન્ટાએ બરફમાંથી બનાવી ક્યુટ સ્નોગર્લ

28 January, 2026 03:18 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હાલમાં પ્રીતિ ઝિન્ટાએ સોશ્યલ મીડિયામાં એક ઇમોશનલ પોસ્ટ કરીને બરફ વચ્ચે વિતાવેલી પોતાની બાળપણની ખાસ પળોને યાદ કરી છે.

પ્રીતિ ઝિન્ટા

હાલમાં પ્રીતિ ઝિન્ટાએ સોશ્યલ મીડિયામાં એક ઇમોશનલ પોસ્ટ કરીને બરફ વચ્ચે વિતાવેલી પોતાની બાળપણની ખાસ પળોને યાદ કરી છે. પ્રીતિએ પોતાની પોસ્ટમાં લખ્યું છે, ‘મેં મારા જીવનમાં ઘણી વાર ‘સ્નોમૅન’ બનાવ્યો છે, પરંતુ આ વખતે બાળકો સાથે મળીને મેં કંઈક અલગ કર્યું છે. આ વખતે મેં બરફમાંથી એક ‘સ્નોગર્લ’ બનાવી જેણે સુંદર સ્નોસ્કર્ટ પહેર્યું છે. આ નાનકડી પળ મારા માટે ખૂબ ખાસ બની ગઈ અને એ મને બાળપણના દિવસોમાં લઈ ગઈ.’

પ્રીતિએ પોતાની પોસ્ટમાં લખ્યું છે, ‘આ દૃશ્ય મને એ સમયની યાદ અપાવે છે, જ્યારે હું શિમલામાં નાની બાળકી હતી અને ચારે બાજુ બરફ દેખાતો હતો. મેં અનુભવ્યું કે સમય કેટલી ઝડપથી પસાર થઈ જાય છે અને જિંદગી કેવી રીતે એક આખું ચક્ર પૂરું કરી લે છે. બાળપણમાં જે ખુશી મેં અનુભવી હતી એ ખુશીથી આજે હું ફરી જીવી રહી છું. બસ ફરક એટલો છે કે હવે ભૂમિકા બદલાઈ ગઈ છે.’

priety zinta preity zinta bollywood buzz bollywood news bollywood entertainment news