તૌબા તૌબા

19 August, 2020 11:43 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તૌબા તૌબા

અલી અસગર

સ્ટાર ભારત પર શરૂ થઈ રહેલા શો ‘અકબર કા બલ બીરબલ’માં લીડ કૅરૅક્ટર કરનાર અલી અસગરને લૉકડાઉન પૂરું થયું એ જ સમયે કપિલ શર્મા તરફથી ઑફર આવી હતી અને કપિલે તેને ‘ધી કપિલ શો’માં ફરી જૉઇન થવા માટે આમંત્રણ આપ્યું હતું, પણ અલીએ ના પાડી દીધી છે. અલીની ના પાછળ એક નહીં બે કારણ જવાબદાર હતાં; એક તો અલીને સ્ટાર ભારતનો આ શો મળ્યો હતો અને બીજું કારણ, અલી હવે છોકરીઓનું કૅરૅક્ટર કરી-કરીને કંટાળ્યો છે. અલીએ લગભગ પાંચ વર્ષ સુધી કપિલ શર્માનો આ સુપરહિટ શો કર્યો, પણ હવે તે ફરીથી દાદી બનવા માટે રાજી નથી.

સ્ટાર ભારતના શો ‘અકબર કા બલ બીરબલ’માં અલી અસગર બીરબલ બન્યો છે. અકબર-બીરબલની વાર્તાઓ પર આધારિત આ શો ખાસ બાળકોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે તો આ શોને કૉમેડી ફ્લેવર પણ આપવામાં આવી છે.

entertainment news television news indian television the kapil sharma show ali asgar