મૈં બિલકુલ કડક નહીં, પર ફિલ્મ ‘કડક’ ઝરૂર બની હૈ : પંકજ ​ત્રિપાઠી

24 November, 2023 12:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પંકજ ​ત્રિપાઠીએ તેની આગામી ફિલ્મ ‘કડક સિંહ’ને લઈને જણાવ્યું કે તેની આ ફિલ્મ કડક બની છે. આ ફિલ્મમાં તેની સાથે સંજના સંઘી જોવા મળશે. આ ​ફિલ્મ Zee5 પર ૮ ડિસેમ્બરે રિલીઝ થવાની છે.

પંકજ ત્રિપાઠી

પંકજ ​ત્રિપાઠીએ તેની આગામી ફિલ્મ ‘કડક સિંહ’ને લઈને જણાવ્યું કે તેની આ ફિલ્મ કડક બની છે. આ ફિલ્મમાં તેની સાથે સંજના સંઘી જોવા મળશે. આ ​ફિલ્મ Zee5 પર ૮ ડિસેમ્બરે રિલીઝ થવાની છે. આ ફિલ્મનું ટ્રેલર ગોવામાં ૫૪મા ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલ દરમ્યાન લૉન્ચ કરવામાં આવ્યું છે. આ ​ફિલ્મ વિશે પંકજ ​ત્રિપાઠીએ કહ્યું કે ‘મેં આ ફિલ્મ જોઈ અને હું ખૂબ ઇમોશનલ થયો હતો. આ ગ્રેટ અને હટકે ફિલ્મ છે. આ ફિલ્મ જોતી વખતે હું બે વખત રડ્યો હતો. આ ફિલ્મ એકદમ કડક બની છે.’

એ દરમ્યાન તેને પૂછવામાં આવ્યું હતું કે શું રિયલ લાઇફમાં તે કડક છે? એનો જવાબ આપતાં પંકજ ​ત્રિપાઠીએ કહ્યું કે ‘મૈં બિલકુલ કડક નહીં પર ફિલ્મ કડક ઝરૂર બની હૈ.’

pankaj tripathi sanjana sanghi bollywood news bollywood movie review entertainment news