08 December, 2022 02:37 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પંકજ ત્રિપાઠી અને સંજના સંઘીએ શૂટિંગ શરૂ કર્યું
પંકજ િત્રપાઠી, પાર્થવી તિરુવોતુ અને સંજના સંઘીએ મુંબઈમાં તેમની આગામી ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે. આ ફિલ્મનું હજી સુધી કોઈ નામ રાખવામાં નથી આવ્યું. આ એક ઇન્વેસ્ટિગેટિવ ડ્રામા છે. આ ડિસફંક્શનલ ફૅમિલી ફિલ્મનું શૂટિંગ મુંબઈમાં ચાલી રહ્યું છે અને ત્યાર બાદ એનું શૂટિંગ કલકત્તામાં કરવામાં આવશે. ‘પિન્ક’ના ડિરેક્ટર અનિરુદ્ધ રૉય ચૌધરી દ્વારા આ ફિલ્મને ડિરેક્ટ કરવામાં આવી રહી છે. આ વિશે વાત કરતાં પંકજ િત્રપાઠીએ કહ્યું કે ‘આ ફિલ્મ માટે મેં કેમ ના પાડી એનાં ઘણાં કારણ છે. મેં ઘણી સ્ક્રિપ્ટ વાંચી છે અને એમાંથી આ ખૂબ જ સારી હતી. મારે અનિરુદ્ધ રૉય ચૌધરી સાથે પણ કામ કરવું હતું, કારણ કે તે ખૂબ જ અદ્ભુત ડિરેક્ટર છે.’
આ ફિલ્મની સ્ટોરી વિરાફ સરકારી, રિતેશ શાહ અને અનિરુદ્ધ રૉય ચૌધરી દ્વારા લખવામાં આવી છે અને એ ૨૦૨૩માં રિલીઝ થશે. આ ફિલ્મ વિશે સંજનાએ કહ્યું કે ‘એક ઍક્ટર માટે ભાગ્યે જ એવું થતું હોય છે જ્યારે તે કોઈ સ્ટોરી સાથે તરત જ અને એકદમ ડીપલી કનેક્ટ થઈ જાય છે. એવી સ્ટોરી, જે તમને એહસાસ કરાવે કે તમે કેમ ઍક્ટર બન્યા છો. પંકજ સર સાથે પિતા-પુત્રી તરીકે કામ કરવું અને એને ટોનીદા દ્વારા ડિરેક્ટ કરવામાં આવે એ એક સન્માનની વાત છે. દર્શકો સામે આ કૉમ્પ્લેક્સ સ્ટોરી લઈને આવવા માટે આતુર છું.’