22 May, 2026 10:11 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘સિસ્ટમ’ એક કોર્ટરૂમ થ્રિલર છે
‘સિસ્ટમ’ એક કોર્ટરૂમ થ્રિલર છે. આ ફિલ્મની વાર્તા સરકારી વકીલ નેહા રાજવંશ પર આધારિત છે જેનું પાત્ર સોનાક્ષી સિંહાએ ભજવ્યું છે. નેહાને પોતાના પિતાની ફર્મમાં પાર્ટનરશિપ મેળવવા માટે સતત ૧૦ કેસ જીતવાનો પડકાર આપવામાં આવે છે. આ પડકારને પાર પાડવામાં તેણે અણધારી પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે. આ ફિલ્મ પ્રાઇમ વિડિયો પર સ્ટ્રીમ થઈ રહી છે.
આ એક ક્રાઇમ અને રિવેન્જ થ્રિલર છે, જેમાં બબલુ મહતો નામના યુવકની વાર્તા દર્શાવવામાં આવી છે. પિતાના મૃત્યુ બાદ બબલુને તેમની જગ્યાએ કલાકાર તરીકે કામ સંભાળવું પડે છે. પોતાના પિતાનો વ્યવસાય અપનાવતાં તે ડબલ લાઇફ જીવવા લાગે છે. ત્યાર બાદ ગામમાં જાતિવાદ, રાજકારણ અને સત્તાના સંઘર્ષ વચ્ચે તે પોતાના પિતાના મૃત્યુનો બદલો લેવા માટે ડેન્જરસ પ્લાન બનાવે છે. આ સિરીઝ ZEE5 પર સ્ટ્રીમ થઈ રહી છે.
આ રિયલિટી સિરીઝ દુબઈમાં રહેતા ગ્લૅમરસ અને ઉચ્ચ વર્ગના ભારતીય પ્રવાસીઓની જિંદગી પર આધારિત છે. સિરીઝમાં કરણ કુન્દ્રા, તેજસ્વી પ્રકાશ અને અનેક જાણીતા ચહેરાઓ જોવા મળશે. એમાં હાઈ સોસાયટી ડ્રામા, ભવ્ય પાર્ટીઓ અને પર્સનલ રિલેશનશિપની ઝલક જોવા મળશે. આ સિરીઝ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ રહી છે.