15 March, 2023 04:43 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્ય: મહીપ કપૂરનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ
આજકાલ સ્ટાર્સની બાળપણની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે. ઘણી વખત ફેન્સ તેમના ફેવરિટ સ્ટાર્સની આ તસવીરો શેર કરે છે. તો ઘણીવાર સ્ટાર્સ તેમના બાળપણ અથવા બાળકોના બાળપણની યાદોને શેર કરતા જોવા મળે છે. દરમિયાન એક અભિનેત્રીની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જે તેની માતાએ પોતે શેર કરી છે. અભિનેત્રીની આ તસવીરો જોઈને તમે તેને ઓળખી નહીં શકો કે આ ગોલુ-મોલુ છોકરી આજે એક સુંદર અભિનેત્રી છે.
પહેલા તસવીર જુઓ:
હજી પણ નથી ઓળખાતી? કશો વાંધો નહીં, અમે જણાવી દઈએ. તે બીજું કોઈ નહીં પણ શનાયા કપૂર (Shanaya Kapoor) છે, જેની તસવીરો તેની માતા મહિપ કપૂરે (Maheep Kapoor) ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. ફેબ્યુલસ લાઈફ ઑફ બોલિવૂડ વાઇફ્સ સ્ટાર મહિપે શનિવારે શનાયાના બાળપણની યાદો ચાહકો સાથે શેર કરી હતી. પ્રથમ તસવીરમાં નાની શનાયા તેની માતાના ખભા પર બેસીને હસતી જોઈ શકાય છે.
બીજી તસવીરમાં, મહિપ કપૂર તેની બાળકીને હાથમાં લઈને કેમેરા સામે હસતી જોવા મળે છે. ત્રીજી અને છેલ્લી તસવીર સમુદ્રની નજીક તેમની સહેલગાહની છે. આ તસવીરો શેર કરતાં મહિપ કપૂરે કેપ્શનમાં લખ્યું છે કે, "મિસ ધેટ બેબી ફેઝ.” આ તસવીરો પર ફેન્સની સાથે સેલેબ્સની પ્રતિક્રિયાઓ પણ જોવા મળી રહી છે.
શનાયા કપૂર ટૂંક સમયમાં શશાંક ખેતાનની ફિલ્મ બેધડકથી બોલિવૂડમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. જો કે તે પહેલાથી જ ફેશન બ્રાન્ડ્સ સાથે તેના ફોટોશૂટ માટે ચર્ચાનો વિષય બની ચૂકી છે. વર્ક ફ્રન્ટ પર, શનાયા તેની પ્રથમ ફિલ્મમાં ગુરફતેહ પીરઝાદા અને લક્ષ્ય સાથે કામ કરી રહીઓ છે, જે ફિલ્મ નિર્માતા કરણ જોહર (Karan Johar)ના પ્રોડક્શન હાઉસની છે.