રિશી કપૂરની છઠ્ઠી પુણ્યતિથિએ પત્ની નીતુ અને દીકરી રિદ્ધિમાએ આપી શ્રદ્ધાંજલિ

01 May, 2026 02:10 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નીતુ કપૂરે ગઈ કાલે દિવંગત પતિ રિશી કપૂરને તેમની પુણ્યતિથિએ યાદ કરીને દિલને સ્પર્શી જાય એવી પોસ્ટ શૅર કરી છે. રિશીનું ૨૦૨૦ની ૩૦ એપ્રિલે ૬૭ વર્ષની ઉંમરે લ્યુકેમિયા જેવી ગંભીર બીમારીને કારણે અવસાન થયું હતું.

રિશી કપૂરની છઠ્ઠી પુણ્યતિથિએ પત્ની નીતુ અને દીકરી રિદ્ધિમાએ આપી શ્રદ્ધાંજલિ

નીતુ કપૂરે ગઈ કાલે દિવંગત પતિ રિશી કપૂરને તેમની પુણ્યતિથિએ યાદ કરીને દિલને સ્પર્શી જાય એવી પોસ્ટ શૅર કરી છે. રિશીનું ૨૦૨૦ની ૩૦ એપ્રિલે ૬૭ વર્ષની ઉંમરે લ્યુકેમિયા જેવી ગંભીર બીમારીને કારણે અવસાન થયું હતું. રિશીના નિધનને ગઈ કાલે ૬ વર્ષ પૂરાં થયાં હતાં ત્યારે નીતુએ સોશ્યલ મીડિયા પર બન્નેની એક જૂની તસવીર શૅર કરી હતી. આ તસવીર સાથે તેણે લખ્યું હતું, ‘હંમેશાં અમારા દિલોમાં.’ ફોટોમાં બન્ને ખુશમિજાજ અંદાજમાં સ્મિત કરતાં જોવા મળે છે.

નીતુ અને રિશી કપૂરની દીકરી રિદ્ધિમા કપૂર સાહનીએ પણ પિતાને શ્રદ્ધાંજલિ આપી હતી. તેણે સોશ્યલ મીડિયા પર પપ્પાની તસવીર શૅર કરીને લખ્યું હતું, ‘જ્યાં સુધી આપણે ફરી ન મળીએ... હું તમને હંમેશાં યાદ કરીશ અને પ્રેમ કરતી રહીશ.’

rishi kapoor neetu kapoor bollywood buzz bollywood news bollywood entertainment news