Watch Video: મલાઈકા અરોરા કથિત ગુજરાતી બોયફ્રેન્ડ અને પુત્ર અરહાન સાથે દેખાઈ

25 May, 2026 07:18 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ગઈકાલે રાત્રે મલાઈકા અને હર્ષ ફરી એકવાર સાથે આઉટિંગ પર નીકળ્યા હતા, પરંતુ આ વખતે સૌથી ખાસ વાત એ હતી કે તેમની સાથે મલાઈકાનો પુત્ર અરહાન ખાન પણ જોવા મળ્યો હતો. હાલમાં આ મુલાકાતના વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યા છે.

મલાઈકા અરોરા તેના કથિત બૉયફ્રેન્ડ હર્ષ સાથેની જૂની તસવીર, દીકરા અરહાન સાથે - ફાઈલ તસવીર

બૉલિવૂડની ગ્લેમરસ ક્વીન મલાઈકા અરોરા અવારનવાર પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે. અભિનેતા અર્જુન કપૂર સાથે બ્રેકઅપ થયા બાદથી ૫૨ વર્ષની મલાઈકાનું નામ છેલ્લા ઘણા સમયથી ૩૩ વર્ષના હીરાના વેપારી (ડાયમંડ મર્ચન્ટ) હર્ષ મહેતા સાથે જોડાઈ રહ્યું છે. આ અફવાઓ વચ્ચે, ગઈકાલે રાત્રે મલાઈકા અને હર્ષ ફરી એકવાર સાથે આઉટિંગ પર નીકળ્યા હતા, પરંતુ આ વખતે સૌથી ખાસ વાત એ હતી કે તેમની સાથે મલાઈકાનો પુત્ર અરહાન ખાન પણ જોવા મળ્યો હતો. હાલમાં આ મુલાકાતના વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યા છે.

પુત્ર અરહાન અને હર્ષ મહેતા સાથે મલાઈકાનું આઉટિંગ

ઇન્ટરનેટ પર વાયરલ થયેલા વીડિયો અનુસાર, હર્ષ મહેતા પોતાની કાર લઈને મલાઈકા અને અરહાનને લેવા માટે તેમના ઘરે પહોંચ્યા હતા. ત્યારબાદ તેઓ મલાઈકાના માતાના ઘરે (નાનીના ઘરે) થી પાછા ફરતા જોવા મળ્યા હતા. મલાઈકા અને અરહાન ખૂબ જ કેઝ્યુઅલ લુકમાં કમ્ફર્ટેબલ દેખાતા હતા. મલાઈકા તેમના પાલતુ શ્વાન (ડૉગ) સાથે કારની પાછળની સીટ પર બેઠી હતી, જ્યારે અરહાન આગળની સીટ પર બેઠો હતો. ત્યાં હાજર પેપરાઝી (મીડિયા ફોટોગ્રાફર્સ) ને જોઈને મલાઈકા કે અરહાન બિલકુલ પરેશાન નહોતા થયા, પરંતુ હર્ષ મહેતા કેમેરા સામે થોડો અસહજ દેખાયો હતા ોઅને પોતાનો ચહેરો છુપાવવાનો પ્રયાસ પણ તેણે કર્યો હતો. થોડા કલાકો પછી હર્ષ બંનેને ઘરની બહાર ડ્રોપ કરવા પણ આવ્યા હતા.

અફવાઓ પર બંને મૌન

મલાઈકા અરોરા કે હર્ષ મહેતા બંનેમાંથી કોઈએ પણ આ અફવાઓ પર હજી સુધી સત્તાવાર રીતે કોઈ પ્રતિક્રિયા આપી નથી. અર્જુન કપૂર સાથેના બ્રેકઅપ બાદ મલાઈકા અવારનવાર હર્ષ સાથે જોવા મળે છે. શરૂઆતમાં બંને એક મ્યુઝિક કોન્સર્ટમાં સાથે મસ્ત અંદાજમાં જોવા મળ્યા હતા, ત્યારથી જ બંનેના અફેરની ચર્ચાઓએ જોર પકડ્યું છે. મલાઈકા અરોરાની વ્યક્તિગત જિંદગી હંમેશા ચર્ચામાં રહી છે. વર્ષ 1998માં તેમણે અભિનેતા અરબાઝ ખાન સાથે લગ્ન કર્યા હતા અને બંનેને અરહાન નામનો પુત્ર છે. લગભગ બે દાયકાના સંબંધ બાદ 2016માં બંને અલગ થયા અને 2017માં તેમના સત્તાવાર છૂટાછેડા થયા હતા. ત્યારબાદ વર્ષ 2018થી મલાઈકા અભિનેતા અર્જુન કપૂર સાથેના સંબંધોને લઈને ચર્ચામાં રહી હતી, જોકે 2024માં બંનેનું બ્રેકઅપ થઈ ગયું હોવાનું કહેવાય છે. હવે તાજેતરમાં મલાઈકા પોતાનાથી આશરે 19 વર્ષ નાના ડાયમંડ મર્ચન્ટ હર્ષ મહેતા સાથેના કથિત રિલેશનશીપને કારણે ફરી એકવાર હેડલાઈન્સમાં છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો, મલાઈકા અરોરા ફિલ્મોમાં તેના શાનદાર આઈટમ ડાન્સ ઉપરાંત ભારતીય ટેલિવિઝન પર એક લોકપ્રિય જજ તરીકે જાણીતી છે. તે લાંબા સમયથી `ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ`, `ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર` અને `ઇન્ડિયાઝ નેક્સ્ટ ટોપ મોડલ` જેવા સુપરહિટ રિયાલિટી શોઝમાં જજની ભૂમિકા ભજવતી જોવા મળી છે. હવે તેની પર્સનલ લાઈફમાં આ નવા મિસ્ટ્રી મેનની એન્ટ્રીથી ફેન્સમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.

malaika arora arjun kapoor arbaaz khan Salman Khan bollywood gossips entertainment news bollywood news