23 May, 2024 09:40 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મહેશ માંજરેકર
મહેશ માંજરેકરને રણબીર કપૂરની ‘ઍનિમલ’ ખૂબ જ પસંદ પડી છે અને તે હવે એની સીક્વલની રાહ જોઈ રહ્યો છે. આ ફિલ્મને સંદીપ રેડ્ડી વાંગાએ ડિરેક્ટ કરી હતી. ૨૦૨૩માં આવેલી આ ફિલ્મ હજી પણ કન્ટ્રોવર્સીથી દૂર નથી રહી શકી. ફિલ્મને મિક્સ રીઍક્શન મળ્યાં હતાં. ઘણા લોકોએ ફિલ્મને વખોડી કાઢી હતી કે એ ટૉક્સિક છે તો ઘણા લોકોએ ફિલ્મમેકિંગને લઈને અને રણબીરની ઍક્ટિંગનાં ખૂબ જ વખાણ કર્યાં હતાં. આ વિશે વાત કરતાં મહેશ માંજરેકર કહે છે, ‘ફિલ્મ ખૂબ જ અદ્ભુત હોય, મને સરપ્રાઇઝ અને શૉક કરી શકે એવી હોય ત્યારે જ હું મારા ઘરની બહાર નીકળીને થિયેટરમાં એ જોવા માટે જાઉં છું. રણબીર કપૂરની ‘ઍનિમલ’ એવી જ અદ્ભુત ફિલ્મ હતી. ફિલ્મ લાંબી હોવા છતાં એને જોવાની ખૂબ જ મજા આવી હતી. આ પ્રકારના વિષય પર ફિલ્મ બનાવવી અને એ પણ આટલા મોટા સ્કેલ પર એ ખૂબ જ મોટી વાત છે. એને જોઈને ‘ધ ગૉડફાધર’ જેવી ફીલ આવતી હતી. આ ફિલ્મ બનાવવા માટે મેકરની જે હિંમત છે એને હું દાદ આપું છું. મને આ ફિલ્મ ખૂબ જ પસંદ પડી હતી. હું હવે ‘ઍનિમલ પાર્ક’ની રાહ જોઈ રહ્યો છું.’