18 April, 2026 02:35 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હું અને પ્રિયંકા ચોપડા સાવ નવાં હતાં, પણ અક્ષયે ક્યારેય આ વાતનો લાભ લીધો નથી
૨૦૦૩માં રિલીઝ થયેલી ‘અંદાઝ’માં લારા દત્તા, અક્ષય કુમાર અને પ્રિયંકા ચોપડા વચ્ચેની જબરદસ્ત કેમિસ્ટ્રી જોવા મળી હતી. ફિલ્મમાં અક્ષય અને પ્રિયંકા વચ્ચેના બોલ્ડ સીન પણ ખૂબ ચર્ચામાં રહ્યા હતા. હવે લારા દત્તાએ આ ફિલ્મ સાથે જોડાયેલી જૂની યાદોને ફરી જીવંત કરી છે અને અક્ષય કુમારના શરૂઆતના વર્તન વિશે ખુલાસો કર્યો છે.
લારાએ પોતાનો અનુભવ જણાવતાં કહ્યું હતું કે ‘હું પોતાને ખૂબ લકી માનું છું કે મને મારા પહેલા પ્રોડ્યુસર સુનીલ દર્શન અને દિગ્દર્શક રાજ કંવર મળ્યા. મારા પહેલા કો-સ્ટાર તરીકે અક્ષય કુમાર મારા માટે ગાઇડ, ફિલોસૉફર અને સારો મિત્ર રહ્યો છે. તે ખૂબ પ્રોટેક્ટિવ વ્યક્તિ છે. હું અને પ્રિયંકા બન્ને એકસાથે ઇન્ડસ્ટ્રીમાં આવ્યાં હતાં. અમે બે એવી યુવતીઓ હતી જેને કંઈ ખબર નહોતી, પણ અક્ષય કુમારે ક્યારેય એનો લાભ લીધો નહીં. અક્ષય ખૂબ સ્માર્ટ અને સમજદાર વ્યક્તિ છે, જેને બિઝનેસની સારી સમજ છે અને તેણે હંમેશાં સપોર્ટ આપ્યો છે.’