02 November, 2026 03:40 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મીરા રાજપૂત અને કરીના કપૂર
કરીના કપૂર અને તેના ભૂતપૂર્વ બૉયફ્રેન્ડ શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂત ટૉક-શો ‘વૉટ વિમેન વૉન્ટ’માં ખુલ્લા મને વાતચીત કરતાં જોવા મળ્યાં છે. શોમાં કરીના એક તબક્કે મીરાને તેના ત્રીજા બાળક વિશે સવાલ કરતી જોવા મળે છે જેના જવાબમાં મીરા પણ ફૅમિલી-પ્લાનિંગનો પ્લાન શૅર કરે છે.
વાતચીત દરમ્યાન એક તબક્કે કરીનાએ મીરાને પૂછ્યું કે તેણે પોતાના વિશે સાંભળેલી સૌથી વિચિત્ર અફવા કઈ છે? એના જવાબમાં મીરાએ કહ્યું હતું કે ‘એવી અફવા કે હું હજી એક બાળકને જન્મ આપવાની છું.’
આ સાંભળીને કરીનાએ તરત જ તેને ચીડવતાં કહ્યું કે ‘કદાચ એવું હોય...’ તો એના જવાબમાં બે બાળકોની મમ્મી મીરાએ તરત જ કહ્યું હતું કે ‘બિલકુલ નહીં, અમારું ફૅમિલી કમ્પ્લીટ થઈ ગયું છે.’