કરીનાને કઈ વાતનો વસવસો છે?

21 March, 2026 02:37 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કહે છે કે હિન્દી ફિલ્મોમાં હિંસા પર ભાર, ફન અને રોમૅન્સ ગાયબ થઈ ગયાં છે એટલે મને મહિલાકેન્દ્રી ફિલ્મો માંડ-માંડ મળે છે

કરીના કપૂર

છેલ્લા કેટલાક સમયમાં ‘ઍનિમલ’, ‘જવાન’ અને ‘ધુરંધર’ જેવી ફિલ્મો બૉક્સ-ઑફિસ પર ભારે સફળ રહી છે. આ કારણે સિનેમામાં હિંસા દર્શાવવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. બૉલીવુડની અત્યારની આ પરિસ્થિતિ વિશે કરીના કપૂરે પોતાનો મત વ્યક્ત કર્યો છે. કરીનાએ પોતાની લાગણી જણાવતાં કહ્યું હતું કે ‘હાલની ઘણી ફિલ્મોમાં ક્રાઇમ, રક્તરંજિત લડાઈ અને હિંસા પર વધુ ભાર મૂકવામાં આવે છે. હવે ફિલ્મોમાં ફન, રંગ, ગીત, પ્રેમ અને રોમૅન્સ જેવાં પરંપરાગત બૉલીવુડ તત્ત્વો ઓછાં જોવા મળે છે. આ જે પરિસ્થિતિ સર્જાઈ છે એના કારણે મને પોતાને મહિલાઓ માટે મજબૂત અને મહત્ત્વપૂર્ણ પાત્ર ધરાવતા હોય એવી સ્ક્રિપ્ટના બહુ ઓછા વિકલ્પ મળી રહ્યા છે.’

kareena kapoor bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news