આર્યનની સ્ટારડમમાં નાનકડી ભૂમિકા માટે શૂટિંગ કર્યું કરણ જોહરે

23 May, 2024 09:10 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આર્યન ખાનના ડિરેક્ટર તરીકેના પહેલા પ્રોજેક્ટમાં બૉબી દેઓલ અને મોના સિંહ જોવા મળશે

આર્યન ખાન

આર્યન ખાનની ‘સ્ટારડમ’માં હવે કરણ જોહર પણ જોવા મળશે. છ એપિસોડની આ વેબ-સિરીઝમાં બૉબી દેઓલ અને મોના સિંહ જોવા મળશે. આર્યન ખાનના ડિરેક્ટર તરીકેના પહેલા પ્રોજેક્ટમાં હવે કરણ જોહર પણ નાનકડી ભૂમિકામાં જોવા મળશે. કરણે હાલમાં જ શાહરુખ ખાન સાથે એક ઍડમાં કામ કર્યું છે અને હવે તે તેના દીકરા સાથે કામ કરતો જોવા મળશે. આ શોની સ્ટોરી બૉલીવુડ પર આધારિત છે. તેમ જ એમાં આર્યનના પિતા શાહરુખ ખાનની લાઇફ પરથી પ્રેરિત કેટલાંક દૃશ્યો પણ જોવા મળશે. કરણ ગઈ કાલે મુંબઈમાં ‘સ્ટારડમ’ના સેટ પર જોવા મળ્યો હતો જ્યાં તેણે શૂટિંગ કર્યું હતું. આ શોમાં શાહરુખ, રણબીર કપૂર અને રણવીર સિંહ પણ નાનકડી ભૂમિકામાં જોવા મળશે એવી ચર્ચા છે.

aryan khan karan johar entertainment news bollywood bollywood news