29 March, 2024 07:04 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગના રનૌત , ઊર્મિલા માતોન્ડકર
કંગના રનૌતે હાલમાં ઊર્મિલા માતોન્ડકર માટે કહેલા શબ્દો સૉફ્ટ પૉર્નસ્ટારનો બચાવ કર્યો છે. કંગના આખાબોલા સ્વભાવ માટે જાણીતી છે. હાલમાં કૉન્ગ્રેસ પાર્ટીના એક મેમ્બર દ્વારા કંગના વિશે કરવામાં આવેલી કમેન્ટને લઈને ખૂબ મોટી કન્ટ્રોવર્સી ઊભી થઈ છે. ઊર્મિલા વિશે કરવામાં આવેલા સ્ટેટમેન્ટ વિશે પૂછતાં કંગનાએ એક ઇવેન્ટમાં કહ્યું છે, ‘એ પ્રકારના રોલમાં તે ખૂબ કમ્ફર્ટેબલ હતી. શું સૉફ્ટ પૉર્ન અથવા પૉર્નસ્ટાર વાંધાજનક શબ્દો છે? ના એવું નથી. આ ફક્ત એક શબ્દ છે જેને સોસાયટી પસંદ નથી કરતી. ભારતમાં પૉર્નસ્ટારને ખૂબ રિસ્પેક્ટ મળે છે. સની લીઓનીને પૂછી લો. દુનિયામાં ક્યાંય પણ એટલી રિસ્પેક્ટ નહીં મળતી હોય. જો આ અભિનેત્રીઓ તંદૂરી મુરઘી, આઇટમ-ગર્લ અને શીલા કી જવાની જેવા શબ્દથી કમ્ફર્ટેબલ હોય તો એમાં વાંધાજનક શું છે? જો તેમને કોઈ વાંધો ન હોય તો પછી તેમનું અપમાન કરવાની વાત ક્યાંથી આવી? મને અંગત રીતે નથી લાગતું કે મારો ઉદ્દેશ ઊર્મિલા માતોન્ડકરનું અપમાન કરવાનો હતો, કારણ કે તેઓ એ પ્રકારનાં પાત્ર ભજવવામાં કમ્ફર્ટેબલ હતાં. હું એટલું કહું છું કે હું તમારા આર્ટની રિસ્પેક્ટ કરું છું અને સિડક્શન પણ એક આર્ટ ફૉર્મ છે. જો હું તમારા આર્ટની રિસ્પેક્ટ કરતી હોઉં તો તમે મારા આર્ટની કેમ રિસ્પેક્ટ નથી કરી શકતાં?’