✕

બાંધણીની સાડી અને સોનાનાં ઘરેણાં પહેરીને કંગના રનૌતે કરી દિવાળીની ઉજવણી

10 November, 2026 09:45 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દિવાળીના પર્વની ઉજવણી વખતે કંગનાએ ફૅશન-ડિઝાઇનર નીતા લુલ્લાની ડિઝાઇન કરેલી આકર્ષક મરૂન રંગની બાંધણીની સાડી પહેરી હતી. આ પરંપરાગત પોશાકની સાથે કંગનાએ સોનાનાં ભવ્ય ઘરેણાં પહેર્યાં હતાં.

બાંધણીની સાડીમાં કંગના રનૌત

ટીવી-ઍક્ટ્રેસ અને સંસદસભ્ય કંગના રનૌતે આ વર્ષની પોતાની દિવાળીની ઉજવણીનો એક વિડિયો સોશ્યલ મીડિયા પર શૅર કર્યો હતો. આ સાથે તેણે પોતાના ચાહકોને દિવાળીની શુભેચ્છા પાઠવતો હૃદયસ્પર્શી સંદેશ પણ લખ્યો હતો. કંગનાએ આ વિડિયોની  કૅપ્શનમાં લખ્યું હતું કે ‘તમે જીવનની સાચી અને કાયમી સુંદરતાને અનુભવો. પ્રકાશનું આ પર્વ તમારા જીવનમાં આનંદ, સમૃદ્ધિ, પ્રેમ અને કૃતજ્ઞતા લઈને આવે. તમને સૌને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ.’
દિવાળીના પર્વની ઉજવણી વખતે કંગનાએ ફૅશન-ડિઝાઇનર નીતા લુલ્લાની ડિઝાઇન કરેલી આકર્ષક મરૂન રંગની બાંધણીની સાડી પહેરી હતી. આ પરંપરાગત પોશાકની સાથે કંગનાએ સોનાનાં ભવ્ય ઘરેણાં પહેર્યાં હતાં. તેણે નેકલેસ, મૅચિંગ ઇઅર-રિંગ્સ, નાજુક સોનાનો માંગટીકો અને સોનાની બંગડીઓ પહેરી હતી. તમામ ઘરેણાં એકબીજાં સાથે સુમેળ સાધતાં હતાં અને તેના લુકને વધુ ભવ્ય બનાવતાં હતાં.

kangana ranaut diwali bollywood buzz festivals bollywood news bollywood gossips bollywood entertainment news