26 August, 2024 10:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કંગના રનૌત
બિઝનેસમૅન અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનાં લગ્ન ગયા મહિને ભવ્યતાથી થયાં હતાં. એ લગ્નમાં દેશ-વિદેશની સેલિબ્રિટીઝ અને ઉદ્યોગપતિઓએ હાજરી પુરાવી હતી. જોકે કંગના રનૌતે અનંતનાં લગ્નમાં જવાનું ટાળ્યું હતું. તેનું કહેવું છે કે તે ફિલ્મી લગ્નમાં જવાનું પસંદ નથી કરતી. એ વિશે કંગના કહે છે, ‘મને અનંત અંબાણીનો કૉલ આવ્યો હતો. તે પ્રેમાળ છે. તેણે મને કહ્યું કે મારાં લગ્નમાં આવજો. મેં તેને કહ્યું કે મારા ઘરમાં પણ લગ્ન છે. એ દિવસ ખૂબ શુકનિયાળ હતો અને મારા નાના ભાઈનાં પણ એ દિવસે લગ્ન હતાં. ખૈર, ઐસે ભી મૈં અવૉઇડ હી કરતી હૂં ફિલ્મી શાદીયોં મેં જાના. જોકે તેમને શુભેચ્છા તો આપું જ છું.’