અમિતાભ બચ્ચનને વેટરન કહું કે ફ્રેશ ઍક્ટર કહું?

01 July, 2024 10:15 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફિલ્મમાં અમિતાભ બચ્ચનની સાથે પ્રભાસ, દીપિકા પાદુકોણ, કમલ હાસન અને દિશા પાટણી પણ છે.

કમલ હાસન

‘કલ્કિ 2898 AD’ ગુરુવારે રિલીઝ થઈ છે. એ ફિલ્મમાં અશ્વત્થામાના રોલમાં અમિતાભ બચ્ચન જોવા મળી રહ્યા છે. ફિલ્મમાં તેમની સાથે પ્રભાસ, દીપિકા પાદુકોણ, કમલ હાસન અને દિશા પાટણી પણ છે. અમિતાભ બચ્ચનની ભૂમિકાની પ્રશંસા કરતાં કમલ હાસન કહે છે, ‘મને સમજમાં નથી આવતું કે હું તેમને વેટરન કહું કે ફ્રેશ ઍક્ટર કહું. તેમણે એટલી સરસ રીતે પોતાના પાત્રમાં પ્રાણ પૂર્યા છે. એવું લાગે છે કે આ ફિલ્મ બાળકો માટે બનાવવામાં આવી છે. હવે એમ નહીં કહેતા કે સફેદ વાળવાળી વ્યક્તિ આ ફિલ્મ કેવી રીતે એન્જૉય કરી શકે છે. આ ફિલ્મ દરેકની અંદર રહેલા બાળકની યાદ અપાવશે. આ ફિલ્મ દ્વારા એક સારો પ્રયાસ કરવામાં આવ્યો છે અને હું ખુશ છું કે આ ફિલ્મમાં મેં કામ કર્યું છે. આ જર્ની આગળ પણ ચાલુ રહેવાની છે.’

kamal haasan amitabh bachchan bollywood news bollywood gossips bollywood entertainment news