જૉન એબ્રાહમ બનશે મુંબઈના ભૂતપૂર્વ પોલીસ-કમિશનર રાકેશ મારિયા

25 February, 2025 06:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રિપોર્ટ પ્રમાણે રોહિત શેટ્ટીની આ ફિલ્મનું શૂટિંગ માર્ચ મહિનામાં શરૂ થશે

જૉન એબ્રાહમ

ફિલ્મમેકર રોહિત શેટ્ટી ફિલ્મોના માધ્યમથી પોતાના ‘કૉપ યુનિવર્સ’નું સર્જન કરી રહ્યો છે. આ યુનિવર્સમાં ‘સિંઘમ’, ‘સિમ્બા’ અને ‘સૂર્યવંશી’ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. હવે તે આ યુનિવર્સમાં નવી ફિલ્મ બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યો છે. રોહિતે અત્યાર સુધી અજય દેવગન, અક્ષય કુમાર અને રણવીર સિંહ સાથે કામ કર્યું છે, પણ આગામી ફિલ્મમાં તે જૉન એબ્રાહમ સાથે કામ કરવાનું પ્લાનિંગ કરી રહ્યો છે.

રિપોર્ટ પ્રમાણે રોહિત શેટ્ટીની આ ફિલ્મ કોઈ કાલ્પનિક વાર્તા નહીં, પણ રિયલ લાઇફ વ્યક્તિ પર આધારિત છે. મળતી માહિતી પ્રમાણે જૉન એબ્રાહમ સાથેની આ ફિલ્મ મુંબઈના ભૂતપૂર્વ પોલીસ-કમિશનર રાકેશ મારિયાની બાયોપિક છે. રાકેશ મારિયા અનેક હાઈ-પ્રોફાઇલ અને સેન્સિટિવ કેસ સાથે જોડાયેલા હતા. આ ફિલ્મનું પ્રી-પ્રોડક્શન ચાલી રહ્યું છે અને એનું શૂટિંગ માર્ચ મહિનામાં શરૂ થઈ જશે. જોકે હજી ફિલ્મનું ટાઇટલ નક્કી નથી થયું.

રોહિત શેટ્ટીએ સળંગ ૪૫ દિવસનું શૂટિંગ કરીને જૂન મહિનામાં ફિલ્મનું શૂટિંગ આટોપી લેવાનું પ્લાનિંગ કર્યું છે. 

bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news john abraham rohit shetty