✕

પોલીસ બનીને કંટાળી ગયો છે જયદીપ અહલાવત

13 October, 2026 09:47 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વારંવાર ફિલ્મોમાં પોલીસની ભૂમિકા ભજવીને જયદીપ અહલાવત કંટાળી ગયો છે અને તેણે પણ આ વાત સ્વીકારી છે.

જયદીપ અહલાવત

અજય દેવગનની સુપરહિટ ફિલ્મ-ફ્રૅન્ચાઇઝી ‘દૃશ્યમ : ધ કન્ક્લુઝન’ને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ફિલ્મમાં જયદીપ અહલાવત પોલીસ-અધિકારીની ભૂમિકામાં જોવા મળ્યો છે. તેણે રાજવીર સિંહ તોમરનું પાત્ર ભજવ્યું છે. જોકે, એવું લાગે છે કે વારંવાર ફિલ્મોમાં પોલીસની ભૂમિકા ભજવીને જયદીપ અહલાવત કંટાળી ગયો છે અને તેણે પણ આ વાત સ્વીકારી છે. હવે તેને આશા છે કે ફિલ્મ-નિર્માતાઓ વારંવાર તેને પોલીસ-અધિકારીની ભૂમિકા ઑફર નહીં કરે.

પોતાની આ લાગણી વ્યક્ત કરતાં જયદીપ અહલાવતે કહ્યું હતું કે ‘‘દૃશ્યમ : ધ કન્ક્લુઝન’ને મળેલી બ્લૉકબસ્ટર સફળતા... આ મારી કરીઅરને કેવી રીતે બદલશે એ મને ખબર નથી પણ જે પણ બદલાવ આવશે એ સારો હશે એવી મને આશા છે. મને આશા છે કે હવે વધુ સારાં અને પડકારજનક પાત્રો ભજવવાની તક મળશે. હું આશા રાખું છું કે મને વારંવાર પોલીસ-અધિકારીની ભૂમિકા ભજવવાનું કહેવામાં નહીં આવે. હું આવા રોલ કરીને કંટાળી ગયો છું. મને આશા છે કે વધુ પડકારો, સારી પટકથાઓ અને દમદાર પાત્રો મળશે.’

jaideep ahlawat ajay devgn bollywood news bollywood movie review bollywood gossips indian cinema