જૅકી શ્રોફે ગિફ્ટ આપેલા ઑક્સિજન પ્લાન્ટને ગળામાં પહેર્યો વિદ્યા બાલને

11 August, 2024 09:29 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઑક્સિજન આપતા આ છોડને વિદ્યાએ ગળામાં પહેરી રાખ્યો છે.

વિદ્યા બાલન

જૅકી શ્રોફે ગિફ્ટમાં એક નાનકડો પ્લાન્ટ વિદ્યા બાલનને આપ્યો છે. ઑક્સિજન આપતા આ છોડને વિદ્યાએ ગળામાં પહેરી રાખ્યો છે. જૅકી શ્રોફની આ ગિફ્ટ તેને ખૂબ ગમી છે. જૅકી શ્રોફ લોકોને છોડ ભેટ આપીને પર્યાવરણની જાળવણીનો સંદેશ આપે છે. વિદ્યાએ એક વિડિયો ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને એ છોડની માહિતી આપી હતી. એમાં વિદ્યા કહી રહી છે કે ‘આ પ્લાન્ટ મને જૅકી શ્રોફ ભીડુએ આપ્યો છે. તેઓ ખૂબ કૂલ છે. આ પ્લાન્ટ ઑક્સિજન આપે છે. એક લાંબો શ્વાસ લો અને તરોતાજા થઈ જાઓ. આ ખરેખર કૂલ આઇડિયા છે જે મને ખૂબ ગમ્યો છે.’

jackie shroff vidya balan bollywood news bollywood gossips bollywood entertainment news