02 April, 2023 05:03 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રિષબ શેટ્ટી
રિષબ શેટ્ટીએ સ્પષ્ટ જણાવી દીધું કે તે રાજકારણમાં નથી જોડાવાનો. તેની ‘કાંતારા’ ખૂબ સફળ થઈ છે. એવી ચર્ચા ચાલી રહી છે કે તે પૉલિટિક્સમાં જોડાવાનો છે. એ બધી અફવાઓ પર રિષબે વિરામ આપ્યો છે. ‘કાંતારા’ની સીક્વલની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એક ફૅને જણાવ્યું કે જો રિષબ પૉલિટિક્સમાં જોડાશે તો હું તેને સપોર્ટ કરીશ. એનો જવાબ આપતાં રિષબે કહ્યું કે ‘પ્લીઝ, મારી ફિલ્મોને સપોર્ટ કરો. મારા માટે એ જ પૂરતું છે.’ ટ્વિટર પર રિષબે ટ્વીટ કર્યું કે ‘આ ખોટા સમાચાર છે. ધ્યાન રાખો કે આજે પહેલી એપ્રિલ છે. કેટલાક લોકોનું માનવું છે કે હું કેટલીક પાર્ટીને સપોર્ટ કરી રહ્યો છું. હું કદી પૉલિટિક્સમાં નહીં જોડાઉં.’