16 August, 2024 09:29 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કેકે મેનન
અદ્ભુત અભિનેતા તરીકે ખ્યાતિ પામેલા કેકે મેનને તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘એક સમયે હું હિન્દી ફિલ્મજગતને છોડી દેવાનું વિચારતો હતો. મને લાગતું હતું કે અહીં આપણું કામ નહીં. જોકે પછી ‘સત્યા’ આવી અને મારું કામ વખણાયું એટલે મને થયું કે મારા જેવા ઍક્ટરો માટે પણ અહીં જગ્યા છે.’