midday

‘ધ ઍનાર્કી’ બુક પરથી સિરીઝ બનાવવા માટે હું આતુર છું : સિદ્ધાર્થ રૉય કપૂર

22 April, 2023 05:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પ્રોડ્યુસર સિદ્ધાર્થ રૉય કપૂર ઇતિહાસકાર વિલિયમ ડૅલરિમ્પલની બુક ‘ધ ઍનાર્કી : ધ રિલેન્ટલેસ રાઇઝ ઑફ ઈસ્ટ ઇન્ડિયા’ પરથી સિરીઝ બનાવવા માટે એક્સાઇટેડ છે
ફાઇલ તસવીર

ફાઇલ તસવીર

પ્રોડ્યુસર સિદ્ધાર્થ રૉય કપૂર ઇતિહાસકાર વિલિયમ ડૅલરિમ્પલની બુક ‘ધ ઍનાર્કી : ધ રિલેન્ટલેસ રાઇઝ ઑફ ઈસ્ટ ઇન્ડિયા’ પરથી સિરીઝ બનાવવા માટે એક્સાઇટેડ છે. એને બ્રિટિશ ડિરેક્ટર જેરેમી બ્રોક ડિરેક્ટ કરશે. સાથે જ વિલિયમ એમાં રચનાત્મક સલાહકાર તરીકે કામ કરશે. આ સિરીઝ વિશે સિદ્ધાર્થ રૉય કપૂરે કહ્યું કે ‘અમને એ જણાવતાં ખુશી થાય છે કે વિલિયમ ડૅલરિમ્પલની બુક ‘ધ ઍનાર્કી : ધ રિલેન્ટલેસ રાઇઝ ઑફ ઈસ્ટ ઇન્ડિયા’ પરથી પ્રીમિયમ સિરીઝ બનાવવા માટે અમે બાફ્ટા પુરસ્કાર વિજેતા પટકથા લેખક જેરેમી બ્રોકને લાવવા માટે ઉત્સુક છીએ. જટીલ પાત્રોને ઘડવામાં જેરેમીની વિશેષતા છે. તેઓ આ પ્રોજેક્ટ માટે યોગ્ય છે. અમે વિશ્વ સ્તરે પ્રાસંગિક સિરીઝ બનાવવા માટે આતુર છીએ જે ભૌગોલિક, ભાષાઓ અને સંસ્કૃતિઓથી દર્શકોને આકર્ષિત કરશે.’

Whatsapp-channel
entertainment news bollywood news siddharth roy kapur