✕

હિમેશ રેશમિયાએ જાહેર કર્યો ડિરેક્ટર બનવાનો ઇરાદો

03 November, 2026 11:48 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બે-ત્રણ સ્ક્રિપ્ટ તૈયાર હોવાનો દાવો કરીને કહ્યું કે પહેલા જ દિવસે ૧૦૦ કરોડ રૂપિયાની કમાણી કરતું મ્યુઝિક બનાવીશ.

હિમેશ રેશમિયા

હિમેશ રેશમિયાએ પોતાના અવાજ અને ગીતોના દમ પર મ્યુઝિક-ઇન્ડસ્ટ્રીમાં આગવી ઓળખ બનાવી છે. હવે તે ફિલ્મોના ડિરેક્શન ક્ષેત્રે પણ હાથ અજમાવવા માગે છે અને એના માટે તેણે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. હિમેશે દાવો કર્યો છે કે તેની પાસે બે-ત્રણ વાર્તા તૈયાર છે અને તેને પૂરો વિશ્વાસ છે કે તેની ફિલ્મનું મ્યુઝિક રિલીઝના પહેલા જ દિવસે ૧૦૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કરશે.

હિમેશ રેશમિયાએ પોતાના ડિરેક્ટર બનવાના ઇરાદા વિશે વાત કરતાં કહ્યું હતું કે ‘તમે મને ભવિષ્યમાં ડિરેક્શન કરતાં ચોક્કસ જોશો. જ્યારે હું સિરિયલ્સનું નિર્માણ કરતો હતો ત્યારે પણ મને પૂછવામાં આવતું હતું કે શું હું ક્યારેય મ્યુઝિક-ડિરેક્ટર બનીશ? આજે મેં મ્યુઝિક અને ફિલ્મોના ક્ષેત્રમાં ઘણું બધું મેળવ્યું છે. હવે હું ડિરેક્શનના ક્ષેત્રે પણ હાથ અજમાવવા ઇચ્છું છું. જોકે મારી પહેલી ફિલ્મને લઈને મારો દૃષ્ટિકોણ એકદમ સ્પષ્ટ છે. મારી પાસે બે-ત્રણ આઇડિયાની સ્ક્રિપ્ટ પણ તૈયાર છે અને આ તમામ ફિલ્મો બ્લૉકબસ્ટર સાબિત થશે. મારી ફિલ્મનું મ્યુઝિક એવું હશે કે રિલીઝના દિવસે જ ૧૦૦ કરોડ રૂપિયાની કમાણી કરી લેશે. મને આ વાતનો પૂરો વિશ્વાસ છે.’

 હું સુપરસ્ટાર અભિનેતા બનવા માગું છું. મારે બનવું જ છે અને હું બનીને પણ રહીશ. અમિતાભ બચ્ચનની ૧૩મી ફિલ્મ હિટ થઈ હતી. હું અત્યાર સુધીમાં ૧૨ ફિલ્મો કરી ચૂક્યો છું, એટલે મારી ૧૩મી ફિલ્મ બ્લૉકબસ્ટર સાબિત થશે. 

himesh reshammiya indian music upcoming movie bollywood news bollywood gossips bollywood