✕

ઑસ્કર માટે સિલેક્ટ થયેલી ગોંધળનું ૬ શહેરોમાં ૬ ભાષામાં થશે સ્ક્રીનિંગ

04 October, 2026 01:27 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દર્શકો આ ફિલ્મ હિન્દી, મરાઠી, તામિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડા ભાષામાં જોઈ શકશે.

મરાઠી સાઇકોલૉજિકલ થ્રિલર ફિલ્મ ‘ગોંધળ’

મરાઠી સાઇકોલૉજિકલ થ્રિલર ફિલ્મ ‘ગોંધળ’ છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે. આ ફિલ્મને ઑસ્કર 2027 માટે ભારત તરફથી સત્તાવાર એન્ટ્રી તરીકે પસંદ કરવામાં આવી છે. હવે ફિલ્મની વર્લ્ડવાઇડ રિલીઝ પહેલાં નિર્માતાઓએ ભારતનાં પસંદગીનાં ‌‌થિયેટરોમાં ૧૦ ઑક્ટોબરથી સ્ક્રીનિંગ યોજવાની જાહેરાત કરી છે. ફિલ્મનું સ્ક્રીનિંગ ૬ શહેરોમાં થશે અને દર્શકો એને ૬ અલગ-અલગ ભાષામાં જોઈ શકશે. સ્ક્રીનિંગ દિલ્હી, મુંબઈ, પુણે, હૈદરાબાદ, ચેન્નઈ અને બૅન્ગલોરમાં યોજાશે. દર્શકો આ ફિલ્મ હિન્દી, મરાઠી, તામિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડા ભાષામાં જોઈ શકશે.

bollywood buzz bollywood gossips bollywood oscars