15 January, 2023 11:19 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘કુત્તે’નો પહેલા દિવસનો બિઝનેસ એક કરોડ
શુક્રવારે રિલીઝ થયેલી ‘કુત્તે’ ખાસ કોઈ કમાલ નથી દેખાડી રહી અને એણે ફક્ત એક કરોડનો વકરો કર્યો છે. આ ફિલ્મમાં અર્જુન કપૂર, તબુ, નસીરુદ્દીન શાહ, કુમુદ મિશ્રા, આશિષ વિદ્યાર્થી, કોંકણા સેન શર્મા અને રાધિકા મદન લીડ રોલમાં છે. આ ફિલ્મને લવ રંજન, વિશાલ ભારદ્વાજ, રેખા ભારદ્વાજ, ભૂષણકુમાર, ક્રિશન કુમાર અને અંકુર ગર્ગે પ્રોડ્યુસ કરી છે. વિશાલ ભારદ્વાજના દીકરા આસમાન ભારદ્વાજે ફિલ્મને ડિરેક્ટ કરી છે. શુક્રવારે ફિલ્મે ૧.૦૭ કરોડનો બિઝનેસ કર્યો છે. કદાચ વીક-એન્ડમાં આ ફિલ્મના બિઝનેસમાં વધારો થઈ શકે છે.