02 June, 2024 10:31 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મોહિત સૂરિ
ડિરેક્ટર મોહિત સૂરિ ફિલ્મોની સરખામણીએ એના મ્યુઝિકને વધુ મહત્ત્વ આપે છે. તે કહે છે કે સંગીત લોકોનાં દિલ અને દિમાગ પર લાંબા સમય સુધી છાપ છોડે છે. તેણે ડિરેક્ટ કરેલી ફિલ્મો જેવી કે ‘આવારાપન’, ‘મર્ડર 2’, ‘આશિકી 2’, ‘ઝહર, ‘કલયુગ’ અને ‘એક વિલન’નું મ્યુઝિક પણ ખૂબ હિટ રહ્યું છે. સંગીતને મહત્ત્વ આપતાં મોહિત સૂરિ કહે છે, ‘ફિલ્મો કરતાં મ્યુઝિક મોટું હોય છે. મને એવું લાગે છે કે ફિલ્મો મ્યુઝિક-ઇન્ડસ્ટ્રીનો ભાગ છે. નાઇટ-ડ્યુટીમાં કામ કરતો વૉચમૅન આખી રાત જાગી શકે એ માટે ગીતો સાંભળે છે. નાનું બાળક પણ મ્યુઝિક સાંભળીને ઊંઘે છે. તેને ફિલ્મોની સમજ નથી, પરંતુ સંગીતને તે સમજે છે. સંગીત લોકોને પરસ્પર જોડે છે.’