17 July, 2022 08:21 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હૉલીવુડની ‘ધ ટ્રાન્સપોર્ટર’ની હિન્દી રીમેક બનાવશે ફિલ્મમેકર અલી અબ્બાસ ઝફર
ફિલ્મમેકર અલી અબ્બાસ ઝફર હવે પ્રોડ્યુસર વિશાલ રાણા સાથે મળીને હૉલીવુડની ૨૦૦૨માં આવેલી ‘ધ ટ્રાન્સપોર્ટર’ની હિન્દી રીમેક બનાવવાના છે. ફિલ્મ માટે રાઇટ્સ પ્રોડ્યુસર વિશાલે લઈ લીધા છે. આ ફિલ્મને ડિરેક્ટ કરવાની સાથે અલી અબ્બાસ ઝફર એને કો-પ્રોડ્યુસ પણ કરશે. એવું જાણવા મળ્યું છે કે રાઇટ્સ લઈ લીધા બાદ વિશાલે આ ફિલ્મ માટે અલી અબ્બાસ ઝફરને અપ્રોચ કર્યો હતો એથી તે પણ આ ફિલ્મ માટે એક્સાઇટેડ હતો. અલી અબ્બાસ ઝફરે આ અગાઉ ‘સુલતાન’, ‘ટાઇગર ઝિંદા હૈ’ અને ‘ભારત’ જેવી ફિલ્મો બનાવી છે. હવે તે ‘બડે મિયાં છોટે મિયાં’ પણ ડિરેક્ટ કરી રહ્યો છે. સાથે તાપસી પન્નુની ‘બ્લર’ પણ તે બનાવી રહ્યો છે. વાત કરીએ ‘ધ ટ્રાન્સપોર્ટર’ની હિન્દી રીમેકની તો એને ભવ્ય રીતે બનાવવામાં આવશે. ફિલ્મના ઍક્ટર્સની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.