midday

કલ્કિ 2898 ADએ બે દિવસમાં કર્યો ૧૪૯ કરોડ રૂપિયાનો બિઝનેસ

30 June, 2024 08:34 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બે દિવસમાં આ ફિલ્મે ભારતમાં ટોટલ ૧૪૯.૪ કરોડ રૂપિયાનો વકરો કર્યો છે
કલ્કિ 2898 AD

કલ્કિ 2898 AD

અમિતાભ બચ્ચનની ગુરુવારે રિલીઝ થયેલી ફિલ્મ ‘કલ્કિ 2898 AD’એ બે દિવસમાં ૧૪૯.૪ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. નાગ અશ્વિને ડિરેક્ટ કરેલી આ ફિલ્મ લગભગ ૬૦૦ કરોડ રૂપિયામાં બની છે. પ્રભાસ, ​દીપિકા પાદુકોણ અને કમલ હાસનની આ ફિલ્મ હિન્દીની સાથોસાથ સાઉથની અન્ય ભાષામાં પણ રિલીઝ થઈ છે. આ ફિલ્મે ગુરુવારે હિન્દીમાં ૨૪ કરોડ રૂપિયા, તેલુગુમાં ૬૪.૫ કરોડ, તામિલમાં ૪ કરોડ અને મલયાલમમાં ૨.૨ કરોડની સાથે ટોટલ ૯૪.૭ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. બીજા દિવસે હિન્દીમાં ૨૩.૨૫ કરોડ, તેલુગુમાં ૨૫.૬૫ કરોડ, તામિલમાં ૩.૫ કરોડ, મલયાલમમાં બે કરોડ અને કન્નડમાં ૦.૩૫ની સાથે બીજા દિવસે ૫૪.૭૫ કરોડનો બિઝનેસ કર્યો છે. બે દિવસમાં આ ફિલ્મે ભારતમાં ટોટલ ૧૪૯.૪ કરોડ રૂપિયાનો વકરો કર્યો છે. વીક-એન્ડ હોવાથી ફિલ્મના કલેક્શનમાં વધારો થશે.

298.5 - ‘કલ્કિ 2898 AD’એ બે દિવસમાં દુનિયાભરમાં કર્યો આટલા કરોડ રૂપિયાનો બિઝનેસ.

amitabh bachchan deepika padukone prabhas kamal haasan bollywood news bollywood entertainment news