24 April, 2023 04:02 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘હેરાફેરી 3’ને લઈને પબ્લિક નોટિસ બહાર પાડી ઇરોઝ ઇન્ટરનૅશનલે
ઇરોઝ ઇન્ટરનૅશનલે ‘હેરાફેરી 3’ને લઈને પબ્લિક નોટિસ બહાર પાડી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે તેમની પાસે આ ફિલ્મના ટાઇટલના, ડિજિટલ રાઇટ્સ અને મ્યુઝિક રાઇટ્સ છે. સાથે જ ઇરોઝ ઇન્ટરનૅશનલ પાસે ૨૦૧૫માં આવેલી ‘વેલકમ બૅક’ના રાઇટ્સ પણ છે. ‘હેરાફેરી 3’ના રાઇટ્સ મેળવવા માટે ફિરોઝ નડિયાદવાલાની બેઝ ઇન્ડસ્ટ્રીએ ૬૦ કરોડ કરતાં પણ વધુ રકમ ચૂકવવાની રહેશે. જોકે થોડા સમય પહેલાં જ આ ફિલ્મનો પ્રોમો શૂટ કરવામાં આવ્યો હતો. એને લઈને ‘હેરાફેરી’ના ફૅન્સ પણ એક્સાઇટેડ થઈ ગયા હતા. હવે ફિરોઝ નડિયાદવાલા માટે આ ફિલ્મ બનાવવી થોડું અઘરું લાગી રહ્યું છે. નોટિસમાં દાવો કરવામાં આવ્યો છે કે જ્યાં સુધી રાઇટ્સ માટે નક્કી કરેલી રકમ ચૂકવવામાં નહીં આવે ત્યાં સુધી ફિલ્મને ભારત કે પછી દુનિયાના કોઈ ભાગમાં ઇરોઝ ઇન્ટરનૅશનલની મંજૂરી વગર રિલીઝ નહીં કરી શકાય. સાથે જ ફિરોઝ નડિયાદવાલાની આગામી ફિલ્મ ‘આવારા પાગલ દીવાના 2’ના રાઇટ્સ પણ તેમની પાસે છે. એથી ‘હેરાફેરી 3’ને લઈને ફિરોઝ નડિયાદવાલાની બેઝ ઇન્ડસ્ટ્રી સાથે કોઈ પણ ડીલ કરતાં પહેલાં સાવધ રહેજો.