29 December, 2023 06:51 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શાહરુખ ખાન સાથે ‘ડંકી’માં તાપસી પન્નુ
શાહરુખ ખાન સાથે ‘ડંકી’માં તાપસી પન્નુ જોવા મળી રહી છે. તાપસીનું કહેવું છે કે શાહરુખને દરેક સીનનું રિહર્સલ કરવું ગમે છે. આ ફિલ્મને રાજકુમાર હીરાણીએ ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં વિકી કૌશલ અને બમન ઈરાની પણ જોવા મળે છે. શાહરુખના કામ કરવાની રીતની પ્રશંસા કરતાં તાપસીએ કહ્યું કે ‘બચ્ચન સરની જેમ શાહરુખ સરને પણ રિહર્સ કરવું ગમે છે. તેઓ ત્યાં સુધી રિહર્સલ કરે છે જ્યાં સુધી ડાયલૉગ બરાબર મોઢે ન થઈ જાય. તેઓ થિયેટર ઍક્ટર છે જે ફિલ્મ ઍક્ટર બની ગયા છે. એથી તેમને રિહર્સલ કરવું ગમે છે. તેઓ એક ટ્રેઇન્ડ ઍક્ટર છે. કોઈ ફીમેલ ઍક્ટરને આવી કમર્શિયલ ફિલ્મમાં કામ કરવાની તક નહીં મળે જેમાં શાહરુખ ખાન સાથે લવ સ્ટોરી હોય. આ જીવનમાં એક વખત મળતી તક છે. હું જાણું છું કે મારું લિમિટેશન માત્ર બે કે ત્રણ ટેક્સ સુધી જ સીમિત છે. મને એવું લાગતું હતું કે જો તેઓ પચાસ વખત રિહર્સ કરે તો મારે એ એનર્જી અને જોશ લાવવાની જરૂર હતી અને મેં એ કર્યું પણ.’