07 December, 2024 11:44 AM IST | Bengaluru | Gujarati Mid-day Online Correspondent
દીપિકા પાદુકોણ અને દિલજીત દોસાંઝ (તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા)
પંજાબી સિંગર દિલજીત દોસાંજ (Diljit Dosanjh) અત્યારે દેશ-વિદેશમાં તેના મ્યુઝિક કૉન્સર્ટ ‘દિલ-લુમિનાટી’ (Dil-Luminati)ની ટૂર ષેઠળ ભારત (India)ના વિવિધ શહેરોમાં કૉન્સર્ટ ટૂર કરી રહ્યો છે. આ ટૂર અંતર્ગત તાજેતરમાં દિલજીત દોસાંજનો કૉન્સર્ટ બેંગલુરુ (Bengaluru)માં યોજાયો હતો. જેમાં બૉલિવૂડની ન્યુ મૉમ અભિનેત્રી દીપિકા પાદુકોણ (Deepika Padukone)એ હાજરી આપીને સહુને સરપ્રાઇઝ આપી હતી. એટલું જ નહીં, દીપિકાને બેંગલુરુ કૉર્ન્સ્ટ (Diljit Dosanjh Bengaluru Concert)માં જોઈને દિલજીતે તેને સ્ટેજ પર બોલાવી હતી. પછી અભિનેત્રીએ તેનો કન્નડ ક્લાસ પણ લીધો હતો. આ વીડિયો સોશ્યલ મીડિયા (Social Media) પર વાયરલ થયા છે.
બૉલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ પોતાની દીકરીના ઉછેરમાં વ્યસ્ત છે. દીપિકાએ આ વર્ષે સપ્ટેમ્બરમાં દીકરી દુઆ (Dua)ને જન્મ આપ્યો હતો. દીપિકાએ તેની ગર્ભાવસ્થા દરમિયાન પણ કામ કર્યું હતું. જોકે આજકાલ તે મીડિયાથી થોડી દૂર છે. પરંતુ તાજેતરમાં જ દીપિકા પાદુકોણ દિલજીત દોસાંજના બેંગલુરુ કૉર્ન્સ્ટમાં પહોંચી હતી. તે આ શોમાં સ્ટેજ પર પહોંચી અને પંજાબી ગાયકને કેટલીક કન્નડ લાઈનો પણ સમજાવી.
દીપિકા પાદુકોણે દિલજીત દોસાંજના કૉન્સર્ટનો આનંદ માણ્યો હતો. માતા બન્યા બાદ તે પહેલીવાર જોવા મળી હતી અને તે પણ એક કૉન્સર્ટમાં. છ ડિસેમ્બરે શનિવારે દિલજીત દોસાંઝની દિલ-લુમિનાટી ટૂર ઇવેન્ટ બેંગલુરુમાં હતી. દીપિકાની મમ્મીનું ઘર બેંગલુરુમાં છે અને તે હાલમાં તેના પરિવાર સાથે સમય વિતાવી રહી છે. અભિનેત્રીએ બેંગલુરુમાં દિલજીતના કૉન્સર્ટનો આનંદ માણ્યો હતો.
દિલજીત દોસાંઝે તેના ઇન્સ્ટાગ્રામ (Instagram) એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં અભિનેત્રી ગુપ્ત રીતે ગાયકના કોન્સર્ટનો આનંદ માણતી જોવા મળે છે. વિડિયોની શરૂઆત દીપિકા સ્ટેજની પાછળ બેઠેલી અને દિલજીત તેની સ્કિનકેર બ્રાન્ડને પ્રમોટ કરવા સાથે થાય છે. દિલજીતે એક પ્રોડક્ટ હાથમાં પકડીને ચાહકોને પૂછ્યું કે તે કોની બ્રાન્ડ છે? દરેક વ્યક્તિ દીપિકા પાદુકોણનું નામ લે છે અને પછી દિલજીત કહે છે કે તેની સુંદરતાનું રહસ્ય દીપિકા દ્વારા બનાવેલી પ્રોડક્ટ છે. આજકાલ તે આનાથી જ સ્નાન કરે છે અને આ પ્રોડક્ટથી પોતાનો ચહેરો ધોવે છે. સિંગરે કહ્યું કે, તેની જાહેરાત માટે તેને કોઈએ પૈસા ચૂકવ્યા નથી. આ પ્રોડક્ટ દર મહિને તેમના સુધી પહોંચે છે. સ્ટેજની પાછળ બેઠેલી દીપિકા હસી રહી છે.
બાદમાં તે દિલજીત દોસાંઝ સાથે સ્ટેજ પર આવે છે. ગાયકે સ્ટેજ પર `તેરા ની મેં લવર` ગીત ગાયું હતું. દીપિકાએ બેંગલુરુના લોકોને શુભેચ્છા પાઠવી હતી અને ગાયકે અભિનેત્રીના વખાણ કર્યા હતા. દિલજીતે દીપિકાના કામના વખાણ કર્યા, જેણે મહેનત કરીને નામ કમાવ્યું. તેણે કહ્યું કે દરેકને તેના પર ગર્વ હોવો જોઈએ.
નોંધનીય છે કે, દીકરીના જન્મ પછી દીપિકા પાદુકોણ પહેલીવાર કોઈ શોમાં જોવા મળી છે. આ શોમાં દીપિકાએ બ્લુ ડેનિમ પેન્ટ અને સ્નીકર્સ સાથે સફેદ સ્વેટશર્ટ પહેર્યું હતું.
કૉન્સર્ટના અન્ય વાયરલ વિડિયોમાં તે પંજાબી ગાયકના શાનદાર પર્ફોમન્સનો આનંદ માણતી જોવા મળી હતી. તે કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan) અભિનીત `ક્રુ` (Crew) ના ગીત `ચોલી કે પીછે` (Choli Ke Peeche)ના દિલજીતના વર્ઝન પર ડાન્સ કરતી પણ જોવા મળી હતી.
તમને જણાવી દઈએ કે, દિલજિત દોસાંજની ‘દિલ-લુમિનાટી’ ટૂર ભારતમાં મુંબઈ (Mumbai), કોલકાતા (Kolkata), ઈન્દોર (Indore), પુણે (Pune) અને ગુવાહાટી (Guwahati) સહિત દસ શહેરોને આવરી લેશે. દિલજીતે ટૂરની શરૂઆત દિલ્હીમાં એક મેગા કૉન્સર્ટથી કરી હતી. દિલજીત દોસાંજની આ ટૂરનો છેલ્લો કૉર્ન્સ્ટ ૨૯ ડિસેમ્બરે ગુવાહાટીમાં છે.