‘બેશરમ રંગ’માં દીપિકાનો બોલ્ડ અવતાર

12 December, 2022 03:30 PM IST  |  Mumbai | Harsh Desai

શાહરુખ ખાનની ‘પઠાન’નું આ ગીત સોમવારે થશે રિલીઝ

‘બેશરમ રંગ’માં દીપિકાનો બોલ્ડ અવતાર


શાહરુખ ખાનની ‘પઠાન’નું સૉન્ગ ‘બેશરમ રંગ’ને સોમવારે એટલે કે બાર ડિસેમ્બરે રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મ દ્વારા શાહરુખ ફિલ્મોમાં કમબૅક કરી રહ્યો છે. તે ચાર વર્ષ બાદ આદિત્ય ચોપડા દ્વારા પ્રોડ્યુસ અને સિદ્ધાર્થ આનંદ દ્વારા ડિરેક્ટ કરવામાં આવી રહેલી ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મનું ટીઝર લૉન્ચ કરવામાં આવ્યું હતું. ફિલ્મની સ્ટોરી વધુ એક્સપોઝ ન થાય એ માટે એના ટ્રેલર પહેલાં એનું ગીત લૉન્ચ કરવામાં આવશે. આ માટે ‘પઠાન’નું પહેલું ગીત ‘બેશરમ રંગ’ને સોમવારે રિલીઝ કરવામાં આવશે. આ ગીતમાં દીપિકા પાદુકોણ જોવા મળશે. તે અત્યાર સુધીના સૌથી હૉટ અવતારમાં જોવા મળશે. તે​ની અને શાહરુખ વચ્ચે જોરદાર કેમિસ્ટ્રી જોવા મળશે. એના વિશે વાત કરતાં સિદ્ધાર્થે કહ્યું કે ‘હા, એ સાચી વાત છે કે અમારી ફિલ્મનું પહેલું ગીત સોમવારે​ રિલીઝ થઈ રહ્યું છે. આ ગીતનું નામ ‘બેશરમ રંગ’ છે અને એ શાહરુખ અને દીપિકા પર ફિલ્માવવામાં આવ્યું છે. આ ગીતમાં તેમને એકદમ હૉટ અવતારમાં રજૂ કરવામાં આવશે. અમારા માટે તો આ એક પાર્ટી ઍન્થમ છે, જેની લોકો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છે. હું ચાહકો અને દર્શકોને એ કહેવા માગું છું કે સોમવારે આ ગીત માટે રાહ જુઓ.’
શાહરુખ અને દીપિકાએ ‘ઓમ શાંતિ ઓમ’, ‘ચેન્નઈ એક્સપ્રેસ’ અને ‘હૅપી ન્યુ યર’માં સાથે કામ કર્યું છે. તેમણે આ ગીતનું શૂટિંગ સ્પેનમાં કર્યું હતું. એ સમયના ફોટો સોશ્યલ મીડિયા પર ખૂબ જ વાઇરલ થયા હતા. આ ગીતમાં દીપિકા બિકિનીમાં જોવા મળશે. તેમણે મલ્લોર્કામાં ગીતનું શૂટિંગ કર્યું હતું ત્યાર બાદ તેઓ કૅન્ડિસ અને ઝેરેઝમાં શૂટિંગ માટે ગયાં હતાં. તેમણે ૨૭ માર્ચે આ શૂટિંગ પૂરું કર્યું હતું. આ ફિલ્મ ૨૫ જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે.

bollywood news deepika padukone Shah Rukh Khan entertainment news harsh desai